ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાની પલસાણ ગામમાં આજરોજ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સહર્ષ સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંકલ્પ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ જેમ કે ઉજ્જ્વલા યોજના, આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં તથા વિવિધ યોજનાના લાભાર્થીઓને પોતાના પ્રતિભાવો ‘મેરી કહાની મેરી ઝુબાની’ થકી રજૂ કરી અન્ય લોકોને પણ સરકારની યોજનાના લાભ લેવા માટે પ્રેરિત કર્યાં હતાં.
વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક સંકલ્પ લેવાયા હતા. રથ દ્વારા ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડેડ સંદેશ સૌ ગ્રામજનોએ નિહાળ્યો હતો. ક્વિઝ કોમ્પીટીશનમાં પણ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ફેક્ટરી ઈન્સ્પેકટર એન.કે.પટેલ, ગામના સરપંચ વિષ્ણુભાઈ મોવલે, ટીપીઓ પ્રિતીબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેનભાઈ બારોટ, તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.