ગુજરાત એલર્ટ । વલસાડ
અંબેલાલ દેસાઇએ આ વાડી શાંતિ મંદિરને અનંત ચતુર્દશીના દિવસે સુપ્રત કરી હતી. ૯ જાન્યુઆરી, ૧૯૯૯ ના દિવસે સ્વામી નિત્યાનંદે આ વાડીમાં વિધિવત મંગલપ્રવેશ કર્યો. જેને હવે ૨૫ વર્ષ પૂર્ણ થાય છે.
અરબી સમુદ્રના પશ્ચિમ તટે સેગવી-તિથલ નજીક આવેલ”શાંતિ મંદિર” સિદ્ધયોગનું એક એવું કેન્દ્ર છે જે દરેક ઉંમરના માનવને ધ્યાન દ્વારા પરમાત્મા સાથે જોડવાનું કામ કરે છે. એવી પ્રયોગશાળા, જે પ્રત્યેક વ્યક્તિ સાથે, તેની જીવનશૈલીમાં પ્રયોગ કરતાં કરતાં, તેને એક ઉત્કૃષ્ટ કક્ષાનો મનુષ્ય બનાવવાનું કાર્ય કરે છે. શાંતિ મંદિર એ શિવની એવી વાટિકા છે જેનો આનંદ જન્મથી લઈને મરણોપરાંત પ્રત્યેક જીવાત્મા લેવા માંગે છે.
સિદ્ધ પરંપરાની કૃપા અને આશીર્વાદની છત્રછાયામાં આપણે સૌએ કેટલોક સમય તો ચોક્કસ વિતાવ્યો જ છે, શાંતિ મંદિરમાં ઘડી બે ઘડીનો આનંદ ચોક્કસ લીધો જ છે. એ જ આનંદને ફરીવાર માણવા માટે અને શાંતિ મંદિર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, ધ્યાન કેન્દ્ર સફળતાપૂર્વક ૨૫ વર્ષ પૂરા કરી રહ્યું છે ત્યારે રજત જયંતિ વર્ષની ઉજવણી માટે આપણે સૌ ફરીવાર શાંતિ મંદિર તરફ તા.૨૨-વિશ્વમાં એકમાત્ર પુસ્તક જેની જયંતિ ઉજવાતી હોય તેવું- ગીતા- જયંતીથી ઈસુના નવા વર્ષ સુધી વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની ધન્ય બનીએ.
અંબેલાલ દેસાઇએ આ વાડી શાંતિ મંદિરને અનંત ચતુર્દશીના દિવસે સુપ્રત કરી હતી. અનિલભાઈ મહેતા(તલિયારા) અને ચીમનભાઈ નાનુએ મળીને 3 મહિના સુધી વાડીની સાફસફાઈ કરી હતી. ૯ જાન્યુઆરી, ૧૯૯૯ ના દિવસે સ્વામી નિત્યાનંદે આ વાડીમાં વિધિવત મંગલપ્રવેશ કર્યો. જેને હવે ૨૫ વર્ષ પૂર્ણ થાય છે.
૨૨ ડિસેમ્બર ૨૦૨૩ થી ૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધી શાંતિ મંદિરનો ૨૫મો વાર્ષિકોત્સવ ઉત્સાહપૂર્વક અને આનંદ સાથે પરમ પૂજ્ય શ્રીગુરુદેવ મહામંડલેશ્વર સ્વામી નિત્યાનંદ સરસ્વતીજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં ઉજવવા સહભાગી બનીએ. આ શુભ પ્રસંગેની વિવિધ ઉજવણી.. ગીતા જયંતી, શનિવારે સુંદરકાંડ, ભજન ૨૪ કલાકનું અખંડ કીર્તન, ધ્યાન શિબિર, સત્સંગ,શારદા પ્રભા તથા મુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય નો વાર્ષિકોત્સવ, ઈસુ નવું વર્ષના દિવસે ૧૦ થી ૧૨ ક. પચ્ચીસમાં સત્સંગ ઉત્સવ ની ઉજવણી માં આપ સૌ પરિવાર, ઇષ્ટ મિત્રો સહિત દૈવી શક્તિનો અનુભવ કરવા સપ્રેમ આમંત્રિત કરાયા છે.