અજબ ચોર: ફક્ત સિગારેટની ચોરી કરતાં બે ચોરોને વલસાડ એલસીબીએ ઝડપી પાડ્યાં

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ એલસીબી પીઆઇ વી.બી બારડની ટીમે વાપીમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ. આ દરમિયાન તેમણે વલસાડ એએસઆઇ રાકેશ, મહેન્દ્ર અને રજનીકાંતની બાતમીના પગલે હાઇવે નં.48 પર નાકાબંધી હાથ ધરી હતી. દરમિયાન ત્યાંથી એક નંબર વિનાના મોપેડ પર મોટા થેલા લઇ જતા બે યુવાનને અટકાવ્યા હતા. તેમની પૂછતાછ કરતાં તેઓ આકાશ ભવરસીંગ ગુલાબસીંગ રાજપુત (ઉવ.20 રહે. પીપળી ચીંચવડ પુના) અને રોહન ઉર્ફે ધુમ પલંગે ભોંસલે (ઉવ.18 રહે. મંચર ગામ, આંબીગામ તાલુકો પુના) હોવાનું બહાર આવ્યું હતુ.
તેમની પાસેથી એલસીબીએ એક કાપડના થેલામાંથી સિગારેટના 524 પેકેટ કિ.રૂ. 55,767, બીજા થેલામાંથી સિગારેટના 620 પેકેટ કિ.રૂ.51,230 અને ત્રીજા થેલામાંથી સિગારેટના 443 પેકેટ કિ.રૂ. 47,780ના મળી સિગારેટના કુલ 1603 પેકેટ કિ.રૂ. 1,54,777 ની મળી આવી હતી. જેના કોઇ બિલ ન હતા. એલસીબીએ તેને પકડી તેની કડક પુછતાછ કરતાં તેઓ આ સિગારેટ ચોરીને લાવ્યા હોવાનું કબુલ્યું હતુ. જેના પગલે તેમણે તેમનું મોપેડ અને મોબાઇલ પણ કબજે લીધો હતો. આ બંનેને વાપી ટાઉન પોલીસ મથકે સોંપતા બંનેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સિગારેટ ચોરીમાં પકડાયેલા આકાશ અને રોહન બંને મોપેડ કે બાઇક પર જ ગુજરાત અને કર્ણાટક સુધી જતા હતા. ત્યાં તેઓ સ્થાનિક સાગરિતો સાથે ગલ્લા પર સિગારેટની ડિલિવરી આપવા આવતા ડિલર પાસેથી સિગારેટના મોટા મોટા બોક્સ ચોરી જતા હતા. આ સિવાય તેઓ હોલસેલરોને ત્યાં પણ રેકી કરી ત્યાંથી નજર ચૂકવી સિગારેટના મોટા બોક્સની ચોરી કરતા હતા. આકાશ અને રોહને પુનાથી મોપેડ પર નાસિક, ગુજરાતના વાપી, સંઘપ્રદેશના દમણ અને કર્ણાટકમાં બેલગામમાં સિગારેટની ચોરી કરી હતી. આકાશે વાપીમાં તેના મિત્ર શંકર સાથે દિગમ્બર નાલવડે સાથે ચોરી કરી હતી. દમણથી તેના મિત્ર હર્ષા દત્તા જાદવને સાથે રાખી ચોરી કરી હતી. જ્યારે બેલગામમાં પ્રવિણ વેંકટેશ બાબુ તૈલીને સાથે રાખી ચોરી કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!