ગુજરાત એલર્ટ । વલસાડ
સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા (SHS) ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા માસની “ગાર્બેજ ફ્રી ઇન્ડિયા” ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી હતી.
એસ.બી.એમ-જી યોજના અંતર્ગત “સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન” તા. ૧૫/૧૦/૨૦૨૩ થી તા. ૧૬/૧૨/૨૦૨૩ સુધી સમગ્ર વલસાડ જિલ્લાના તમામ ગામોમાં સ્વૈચ્છિક શ્રમદાનનો કાર્યક્રમ અવિરત ચાલુ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇટ, ગામોમાં આવેલી મહાપુરૂષોની પ્રતિમા, પ્રવાસન સ્થળો, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ-બગીચા, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, આંગણવાડીઓ, પંચાયત ઘરો, PHC-CHC સેન્ટરો, પોલીસ સ્ટેશન, નદી, તળાવ, અમૃત સરોવર, પીવાના પાણીના ઓવર હેડ ટાંકા, ફીલ્ટરેશન પ્લાનની સાફ-સફાઇ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ તેમજ દિવાળીમાં ફટાકડાના કચરાનો નિકાલ, રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી.
આ અભિયાનમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાના ગામોના સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, યુવા મોરચાના નેતાઓ, ગ્રામજનો તેમજ જિલ્લા/તાલુકા કક્ષાના કર્મચારીશ્રીઓ અને એસ.બી.એમ-જી યોજનાના કર્મચારીશ્રીઓની આગેવાની હેઠળ સાફ-સફાઇના ભગીરથ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ સફળ બનાવ્યો હતો.