ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે આવેલ નવજયોત હાઈસ્કુલ માંથી રમત-ગમત માટે ગયેલાં વિધાર્થીઓની સ્કોર્પિયોને ગતરાત્રે માંડવી પાસે અકસ્માત સર્જાતાં શિક્ષણ આલમમાં દોડધામ મચી જવા પામી હતી. પાંચથી વધુને નાની-મોટી ઈજાઓ સદનસીબે જાનહાની ટળી જતાં રાહતનો શ્ર્વાસ લીધો હતો.
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં સુબીર મુખ્ય મથક ખાતે આવેલ નવ જયોત હાસ્કુલનાં 8 વિધાર્થીઓ તથા 1 બ્રધર સાથે કુલ-9 લોકો ટ્રસ્ટની સ્કોપિર્યો કાર માં નં-જી.જે-30 એ 0070 માં સવાર થઈ ગત મંગળવાર તા.12-12-2023 નાં રોજ એથલેન્ટક દોડ માં ભાગ લેવા માટે આણંદ ગયાં હતાં.જયાં ગોલ્ડ મેડલ અને બોઝ મેડલ જીતીને પરત ફરી રહયાં તે દરમ્યાન માંડવી થી ઊકાઈ રોડ પર આવેલ લીંબડી ગામ પાસે રાત્રીનાં સમયે બ્રધર સંદિપ મકવાણાએ સ્ટેટીંગ પરનો કાબું ગુમાવી દેતાં સ્કોપિર્યો રસ્તાની સાઈડ માં ઊતરી જઈ ઝાડ સાથે અથડાઈ હતી.અકસ્માત સર્જાતા વિધાર્થીઓની ચીસાચીસ થઈ ગઈ હતી. જેની જાણ નજીકમાં રહેતાં લોકોને થતાં તેમજ રસ્તાં પરથી પસાર થતાં વાહનચાલકોને થતાં દોડી આવી ધાયલ વિધાર્થીઓને સારવાર માટે નજીકની માંડવી હોસ્પિટલ અને સુબીરની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ધાયલો માં સંદિપ મકવાણા,સંદિપ ગાગોડા,બાદલ ગામિત ધાયલ થયાં હતાં.જયારે હિતેશ વાડુને પગમાં ફેકચર થતાં તેને વધુ સારવાર માટે બારડોલી ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.બનાવની જાણ શાળા સંચાલકો તેમજ તેમનાં વાલીઓને થતાં તેઓ ધટનાં સ્થળે તેમજ હોસ્પિટલ માં દોડી ગયાં હતાં.અકસ્માત નો ભોગ બનેલાં શાળાનાં વિધાર્થીઓ રમત રમવાં માટે આણંદ ગયાં હતાં.જયાં શાળાનું તેમજ જિલ્લાનું નામ ગોલ્ડ તેમજ બોઝ મેડલ જીતી રોશન કર્યુ હતું.