મહિલા સરપંચનાં પતિની કરામત: ડાંગના જાખાનાં સરપચનાં પતિએ જુના મકાન પર પ્રધાન મંત્રી આવાસની તકતી લગાવી સહાય લીધી

ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લામાં જિલ્લા પચાયત, તાલુકા પચાયતમાં ભાજપનું શાસન છે. ભાજપ શિસ્તબંધ પાર્ટી છે અને ભષ્ટ્રાચાર ને મુકત શાસન આપવાની વાતો કરે છે. તેમ છતાં ડાંગ જિલ્લો ભષ્ટ્રાચાર થી ખદબદી રહયો છે. સરપંચ થી લઈને જિલ્લા-તાલુકાનાં પધઅધિકારીઓ ભષ્ટ્રાચાર કરવામાં ગળાડુબ છે. જેનો ઊતમ ઊદાહરણ જાખાનાં ગ્રામ પચાયતનાં સરપચ કેલુબેન નાં પતિ સંજયભાઈ દેવરામભાઈ વળવી છે. સંજયભાઈએ વર્ષ-2022-2023 માં કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી આવાસ યોજનાં હેઠળ પાકુ મકાન બાધવાં માટે રૂ.1,20,000 ની સહાય મેળવી છે. પરંતુ સ્થળ પર તેઓએ પાકુ મકાન બાધ્યું નથી. તેની જગ્યાએ તેઓ સરકારનાં નિતિ-નિયમો અવગણાં કરી તેમનાં પિતાનાં જુનાં કાચા મકાન પર સહાય મેળવ્યાની તકતી લગાવી કાચા મકાન પર પાકુ મકાન બતાવી સહાય મેળવી લીધી છે.

જાખાના ગ્રામ પચાયતનાં સરપચ કેલુંબેન સામે તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ. જો સરપચનાં પતિ સરકારનાં નિતિ-નિયમોની અવગણાં કરતો તો અન્ય આવાસ લાભાર્થીઓ પણ સરકારનાં નિતિ-નિયમો વિરુધ્ધ જઈ સહાયનો લાભ મેળવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!