વલસાડની જૈવિ ભાનુશાલીએ 3 નેશનલ ટુર્નામેન્ટસમાં ઉચ્ચ ક્રમ મેળવી નામ રોશન કર્યું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની 7 વર્ષીય જૈવિ ભાનુશાલીએ 3 નેશનલ ટુર્નામેન્ટ્સમાં ભાગ લઈ ત્રીજા ક્રમે આવીને અતુલ વિદ્યાલય તેમજ ભાનુશાલી સમાજ અને વલસાડનું નામ રોશન કર્યું છે.
મળતી વિગતો મુજબ અતુલ વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને વલસાડનાં સમાજસેવી મહેશભાઈ ભાનુશાલીની પૌત્રી જૈવિએ 14મી કુડો નેશનલ ચેમ્પિયનશિપ બાય મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોટ્સ અથોરિટી ઓફ ઇન્ડિયામાં અંડર 8 યર્સ – 24kg ગર્લ્સ કેટેગરીમાં 3rd નંબર મેળવ્યો છે. 4થી કુડો ફેડરેશન કપ ઇન એસોસીએશન વિથ કીફી એન્ડ સ્પોટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં અંડર 8 યર્સ -24 kg ગર્લ્સની કેટેગરીમાં જૈવિ કરણ ભાનુશાલીએ ચોથો નંબર મેળવ્યો છે. ઉપરાંત 15મી અક્ષયકુમાર ઇન્ટરનેશનલ કુડો ચેમ્પિયનશિપમાં અંડર 8 યર્સ -24kg ગર્લ્સ કેટેગરીમાં જૈવિ કરણ ભાનુશાલીએ ચોથો નંબર મેળવ્યો છે.
આમ સાત વર્ષીય જૈવિ કરણ ભાનુશાલીએ ત્રણ નેશનલ ટર્નામેન્ટ્સમાં ભાગ લઈ ત્રીજા ચોથા ક્રમે આવી અતુલ વિદ્યાલય, ભાનુશાલી સમાજ અને વલસાડનું નામ રોશન કર્યું છે. જૈવિની આ સિદ્ધિથી માતા દ્રષ્ટિ અને પિતા કરણએ ગૌરવની લાગણી અનુભવી હતી. તેમજ જૈવિને સતત પ્રોત્સાહન આપનારા શિક્ષકો, ટ્રેઇનરોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!