કિસાન સમ્માન નિધિ યોજના આગામી હપ્તા માટે E-KYC, લેન્ડ સીડીંગ અને આધાર સીડીંગ તા. ૧૫ જાન્યુ. સુધીમાં કરાવી લેવું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જોડાયેલા અને લાભ લેતા ખેડુતોને જણાવવાનું કે, આગામી હપ્તા માટે E-KYC, લેન્ડ સીડીંગ અને આધાર સીડીંગ કરાવવું ફરજીયાત છે. અત્યાર સુધી વલસાડ જિલ્લામાં E-KYC બાકી રહેતા હોય તેવા ખેડૂતો તાલુકાદીઠ ધરમપુરમાં ૧૯૧૬, કપરાડામાં ૩૦૦૦, પારડીમાં ૩૧૯૩, ઉમરગામમાં ૬૪૮૧, વલસાડમાં ૪૭૧૨ અને વાપીમાં ૧૭૫૪, લેન્ડ સીડીંગ બાકી રહેતા હોય તેવા ખેડૂતો તાલુકાદીઠ ધરમપુરમાં ૪૮૪, કપરાડામાં ૬૯૬, પારડીમાં ૯૬૩, ઉમરગામમાં ૧૨૨૧, વલસાડમાં ૧૫૩૫ અને વાપીમાં ૨૬૪ અને આધાર સીડીંગ બેંક ખાતામાં બાકી રહેતા હોય તેવા ખેડૂતો તાલુકાદીઠ ધરમપુરમાં ૨૪૧૭, કપરાડામાં ૨૩૩૨, પારડીમાં ૩૩૬૯, ઉમરગામમાં ૩૪૬૪, વલસાડમાં ૪૯૪૬ અને વાપીમાં ૧૨૪૧ છે. તો આવા ખેડૂત મિત્રોએ તા.૧૫/૦૧/૨૦૨૪ સુધીમાં વહેલામાં વહેલી તકે e – KYC માટે નજીકના VCE/CSC સેન્ટર નો સંપર્ક કરવાનો રહેશે.
E-KYC બાકી હોય તેવા ખેડુતોની યાદી ગ્રામ પંચાયત કચેરીએ મૂકવામાં આવી છે. લેન્ડ સીડીંગ બાકી હોય એ લાભાર્થીએ ૭-૧૨, ૮-અ, નમૂના નં-૬ હકપત્રક અને આધારકાર્ડ નકલ જિલ્લા પંચાયત, ખેતીવાડી શાખા, વલસાડમાં જમા કરાવવી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ (NPCI) બાકી હોય તો જે બેંકમાં ખાતું હોય ત્યાં જઈને આધાર સીડીંગ કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!