ગુજરાત એલર્ટ | આહવા
આહવા સિવિલ હોસ્પિટલથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાતી પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સની ટીમે માણેકપુર ગામ પાસે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી.
પ્રસુતાને જીવનું જોખમ હોવાથી વધુ સારવાર અર્થે અંજનાબેન ફુલજીભાઈ પારીયા ગામ હાડોલને વલસાડ સિવિલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. તે દરમિયાન માતાને પ્રસુતિની પીડા વધતા 108 આહવા 1 લોકેશનના સ્ટાફ ઇએમટી જયેશ રાઠવા અને પાયલોટ સમીર સૈયદ માણેકપુર ગામ નજીક આશરે સવારે 09:15 કલાકે સફળતાપૂર્વક ડીલેવરી કરાવી હતી. અને 108 ના સ્ટાફે અમદાવાદ હેડ ઓફિસના ડો. જે. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ દર્દીને જરૂરી ઇન્જેક્શન અને અન્ય સારવાર આપી માતા તથા બાળકને વધુ સારવાર માટે સીએચસી ચીખલીમાં દાખલ કર્યા હતા. દર્દીના પરિવારે 108 ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને 108 ના ઇએમઇ વિજય ગામીત અને પીએમ કમલેશ પઢીયાર સહિત 108 ની ટીમને પ્રોત્સાહિત કર્યા હતાં.