વાપીના મોટી તંબાડીમાં ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ દિવસભર રહેતા અનેક લોકો યોજનાથી લાભાન્વિત થયા

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી શકે અને સરકારની યોજનાઓથી લોકો માહિતગાર થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટી તંબાડી ગામમાં આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ધામધૂમ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

જન જનના કલ્યાણ માટે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૫ હજારથી વધુ વસ્તી ધરાવતા વાપી તાલુકાના મોટી તંબાડી ગામમાં આવી પહોંચતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અહીં આખો દિવસ દરમિયાન ગ્રામજનોને વિવિધ યોજનાથી લાભાન્વિત અને માહિતગાર કરવામાં આવ્યા હતા. રથ દ્વારા ગ્રામજનોએ વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતના સંકલ્પ અંગેનો સંદેશ નિહાળ્યો હતો. વાપી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવનાબેન ધીરેન્દ્રભાઈ પટેલ અને સરપંચ વિનોદભાઈ શુક્કરભાઈ વારલીએ ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ આર્થિક ઉત્કર્ષ સાધવા આહવાન કર્યુ હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય સુભાષભાઈ સોમાભાઈ પટેલ, ઉપસરપંચ રાજેન્દ્રભાઈ લલ્લુભાઈ પટેલ, વાપી પુરવઠા વિભાગના નાયબ મામલતદાર મનિષાબેન પટેલ, નાની તંબાડી ગામના માજી સરપંચ ડાહ્યાભાઈ એલ.પટેલ અને આઈસીડીએસના સીડીપીઓ રીટાબેન સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ખાતા દ્વારા આયોજિત કેમ્પમાં ૧૨ લોકોએ ટીબી અને ૧૨૦ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. કુલ ૨૩૧ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ૧૨ લોકોનું રજિસ્ટ્રેશન થયુ હતું.

‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ ૧૦ લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાથી પોતાને થયેલા ફાયદા અંગે પ્રતિભાવ જણાવી અન્ય લોકોને પણ સરકારની યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે પગભર થવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ રીતે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

સરકારની વિવિધ ૧૭ મહત્વપૂર્ણ યોજનાની માહિતી અને તેના લાભ માટે સરકારના વિવિધ ખાતા દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય ખાતા દ્વારા નવા ૨૭૮ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. જેમાંથી ૭૮ લાભાર્થીને સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતું. ગામની શાળાના ૧૧ વિદ્યાર્થીઓએ ‘‘ધરતી કહે પુકાર કે…’’ નુક્કડ નાટક રજૂ કર્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!