ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૪ સંદર્ભે મતદારોની યાદી નોંધવાની ઝુંબેશ તા. ૨૭ ઓક્ટોબરથી તા. ૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી હાથ ધરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી-વ- કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી છે કે, તા. ૯ ડિસેમ્બરના રોજ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે કેમ્પ યોજાશે.
ખાસ કરીને ૧૮ અને ૧૯ વર્ષના યુવા મતદારો પોતાના વિસ્તારના મતદાન બુથ પર જઈને બીએલઓ પાસે રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકાશે. લોકશાહી દેશમાં મતદાન કરવુ એ પવિત્ર કર્તવ્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જે લોકો અન્ય સ્થળે રહેતા હોય અને મતદાન બુથ પર જઈ શકતા ન હોય તો તેઓ ચૂંટણી પંચની વોટર હેલ્પલાઈન એપ્લિકેશનમાં જઈને જાતે રજિસ્ટ્રેશન કરી શકે છે, આ સિવાય નામ અને સરનામામાં સુધારો હોય તો તે પણ કરાવી શકે છે. મામલતદાર કચેરીમાં જઈને તે અંગેનું કન્ફર્મેશન પણ કરાવી શકો છો. સુદઢ મતદાર, સુદઢ લોકશાહી બનાવે છે. જેથી લોકશાહી સુદઢ બનાવવા માટે કિંમતી મત આપવા આપનું નામ મતદાર યાદીમાં હોવુ આવશ્યક છે. વલસાડ જિલ્લાના મતદારોને ખાસ જણાવવાનું કે, જિલ્લા ચૂંટણી તંત્ર હંમેશા તમારી સાથે છે. આપની જે પણ ફરિયાદ હોય તે કલેકટરના ટવિટર પર, વેબસાઈટ પર અથવા ઈ-મેલ દ્વારા પણ જણાવી શકો છો.