ગુજરાત એલર્ટ l આહવા
આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે કાંતિલાલ જે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-આહવા, નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સિટી મેડીકલ કોલેજ, ફલોરીડા (યુ.એસ.એ) તેમજ ડાંગ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી વિના મૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે.
ઉલ્લેખનિય છે કે, આહવાના વનબંધુ આરોગ્ય ધામ ખાતે ગુજરાત રાજ્યના તજજ્ઞ ડોક્ટરોની ટીમની સાથે મળીને, અમેરીકાના તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા પ્રતિવર્ષ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનુ આયોજન કરવામા આવે છે.
જે મુજબ આ વર્ષે યોજાનારા પાંચ દિવસિય આ કેમ્પ દરમિયાન વિવિધ રોગોના જરૂરિયાતમંદ દર્દીઓને ઉક્ત દિવસો દરમિયાન સવારે ૯:૩૦ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી, આ કેમ્પનો લાભ લેવા, વનબંધુ આરોગ્ય ધામના સંચાલિકા ડો. નિરાલી પટેલે જણાવ્યુ છે.