કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વાપી વી.આઈ.એ.હોલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકારનાં નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા વાપી વી.આઈ.એ હોલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કથાકાર શરદભાઈ વ્યાસ, બ્રહ્મકુમારી સંસ્થાના રશમી દીદીએ ઉપસ્થિત સહુને નવા વર્ષમાં આશીર્વચન આપ્યા હતા.
સંમેલન વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ,વલસાડના સંસદસભ્ય ડો.કે.સી પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્તીથીમાં કરવામાં આવ્યું હતું. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી શરૂ કરાયું હતું, વાપી શહેર ભાજપના પ્રમુખ સતિષભાઈ પટેલના સ્વાગત પ્રવચન બાદ મંચસ્થ મહેમાનોનું ભારતીય જનતા પાર્ટીના ખેસ સાથે અને આમંત્રિત મેહમાનોનું શાલ ઓઢાવી ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વી.આઈ.એ. ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, વલસાડ ના સંસદસભ્ય ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધારાસભ્ય રમણભાઈ પાટકર,ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ,ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા પ્રસંગોચીત વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ઉપસ્થિત સહુને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ અંગે કરવામાં આવેલ વિકાસ કાર્યોની અને વિવિધ લોકઉપયોગી યોજનાઓ અંગે રૂપરેખા આપી હતી. અને આગામી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી સમયે કાર્યકર્તાઓને બુથલેવલ સુધી યોગ્ય કમગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!