ગુજરાત એલર્ટ । વલસાડ
જલારામ બાપા હાજરા હજુર છે એવા બીનવાડા ગામે જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતિ ભક્તિ ભાવના માહોલમાં શાંતિથી ઉજવાઈ હતી. સવારે ૭-૦૦ કલાકે આરતી, ૮-૩૦ થી ૧૨-૦૦ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, બપોરે ૧૨-૩૦ થી મોડી રાત સુધી મહાપ્રસાદ અને રાત્રે ગરબાનો ભવ્ય પ્રોગ્રામ ઉજવાયો હતો.
જલારામ બાપાની ૨૨૪ મી ભવ્ય જન્મ જયંતિ ઉત્સવ નિમિતે બપોરની મહા આરતીના મુખ્ય યજમાન ગામના જયમીનભાઈ ખુશાલભાઈ પટેલે રૂા. ૧,૧૧,૧૧૧/- અને શ્રી વિપુલભાઈ રતિલાલ પટેલે રૂા. ૫૧,૦૦૦/-નું મહાપ્રસાદ અર્થે દાન કર્યું હતું. દર વર્ષની જેમ મહેન્દ્રભાઈ ડી. પટેલ (યુ.એસ.એ.) રૂા. ૨૫,૦૦૦/-, જાણીતા બિલ્ડર બિપીનભાઈ બી. પટેલ – ડુંગરી રૂા. ૨૧,૦૦૦/-, ઈશ્વરભાઈ ડી. માંગેલા (લંડન) રૂા. ૧૧,૦૦૦/-, રાજુલાબેન ધનસુખભાઈ પટેલ (પેરીસ) રૂા. ૧૧,૦૦૦/-, ગામના લક્ષ્મણભાઈ લલ્લુભાઈ પટેલ (યુ.એસ.એ.) રૂા. ૧૮,૦૦૦/-, સુમનભાઈ ભીખાભાઈ પટેલ (નનકવાડા-યુ.એસ.એ.) રૂા. ૧૧,૦૦૦/- તથા જીતુભાઈ ઠક્કર રૂા. ૧૧,૦૦૦/- મહાપ્રસાદ અર્થે દાન કર્યું હતું. ગામના તથા આજુબાજુના વિસ્તારના ભકતજનોએ પણ ઉદાર દિલથી ભંડારા પેટે અન્નદાન તથા રોકડ દાન કર્યુ હતું. સવારથી મોડી રાત સુધી દુર દુરથી દર્શનાર્થીઓની ભીડ રહી હતી. ખુબ મોટી સંખ્યામાં ભકતજનોએ મહાપ્રસાદનો લાભ લઈ શાંતિપૂર્વક સમસ્ત ઉત્સવ પાર પડયો હતો. સમસ્ત ઉત્સવનું આયોજન જલારામ મંદિર સમિતિએ સમસ્ત ગામજનોના સાથ અને સહકારથી કર્યુ હતું.