ગુજરાત એલર્ટ । વલસાડ
દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ – ૨૦૨૩ માટે અરજદારોએ તા. ૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં www.talimrojagar.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અને રોજગાર અધિકારીની કચેરી વલસાડ ખાતેથી અરજી ફોર્મ મેળવી અરજીપત્રક સાથે સાધનિક દસ્તાવેજો સહિત રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી કરવી. દિવ્યાંગ પારિતોષિક માટે શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓસ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી ઉપર રાખનારા શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરો અરજી કરી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા, જીવન ઝરમરની ટૂંકમાં વિગતો સહિત બિડાણમાં સામેલ રાખવા. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીએ વલસાડ તથા નગર રોજગાર કચેરીનો સંપર્ક કરી શકાશે.