ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આસુરા ગામમાં Retail Limited, (ડીડીયુ જીકેવાય પ્રોજેક્ટ) ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કાર્યરત ”ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન” દ્વારા દહેજ પ્રથા નિવારણ સંદર્ભે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં DHEW ના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા દહેજ પ્રથા નિવારણ બાબતે વિસ્તૃત માહિતી આપી તેમજ “બેટી બચાવો બેટી પઢાઓ યોજના” અંતર્ગત- વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, વગેરે વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં ૩૭ (Custmer Relationship Management) કોર્સની તાલીમ લઈ રહેલ વિદ્યાર્થીઓ અને સેન્ટર ના કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતાં.