ગુજરાત એલર્ટ | વલસાડ
દિવાળીના તહેવારમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક મહાપાત્રની પ્રેરણાથી માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડના રાબડા ગામના વિધવા બહેનો તથા નિરાધાર પરિવારદર વર્ષે જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ નિશુલ્ક કરવામાં આવે છે. નિરાધાર પરિવારો આવા તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે તેવા શુભઆશયથી ૨૦૦ જેટલા ગરીબ પરિવારોમાં તા.૦૯-૧૧-૨૦૨૩ને ગુરુવારના રોજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી લોકોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.
અનાજની કીટ વિતરણના આ કાર્યક્રમમાં ધામના સ્થાપક મહાપાત્ર, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, તેમજ રાબડા ગામના સરપંચ કિન્નરીબેન ભદ્રેશભાઈ પટેલ, ભદ્રેશભાઈ રાજેશભાઈ પટેલ, રમેશભાઈ ડોબરિયા, ભુપતભાઈ, સાવિત્રીબેન તથા ગામના આગેવાન શૈલેશભાઈ પટેલ, સુમનભાઈ, દેવચંદભાઈ, ભીખુભાઈ, માજી સરપંચ જસવંતભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતાં.
માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવી અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે. રાબડા ગામની દરેક સ્કુલોમાં બાળકોને નિશુલ્ક નોટબુકો તેમજ માધ્યમિક સ્કુલના બાળકોને નોટબુકો તથા યુનિફોર્મ આપવામાં આવે છે.
રાબડા ગામે આવેલ અદભૂત અને અલૌકિક એવું માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ, સમગ્ર વિશ્વને વૈદિક વિચારધારા, ઓરીજીનલ ભક્તિ, મોક્ષનો માર્ગ, સનાતન ધર્મ, જીવન જીવવાની સાચી રીત શીખવી રહ્યું છે. આ ધામમાં રોજ બરોજ હજારોની સંખ્યામાં ભક્તો માઁ વિશ્વંભરીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. આધામના સ્થાપક મહાપાત્રના પુરુષાર્થથી વિશ્વભરમાં આજે અસંખ્ય ઘરમંદિર બન્યા છે. ઘરમંદિર બનેલા આવા ઘરોમાંથી અંધશ્રધ્ધા અને આધી-વ્યાધી-ઉપાધી દૂર થઇ છે. વ્યક્તિ પૂજા છોડીને લોકો પોતાના ઘરમંદિરમાં શક્તિ પૂજા કરવા લાગ્યા છે. જેનાકારણે તેમને ઘરમાંજ મનની ખરા અર્થની શાંતિ મળવા લાગી છે.