ગુજરાત એલર્ટ | વલસાડ
બાળકોનું મન એટલે બિલકુલ પતંગિયા જેવું ક્યાંય ઠરે નહીં અને સતત કુદાકુદ કરતું આ મન થોડું સ્થિર રહેવું પણ જરૂરી છે. અને એટલેજ ધ મેથ ડોકટર (મેથ્સ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માઈન્ડ સેટ માસ્ટરી અંતર્ગત 7 માં ધોરણથી ઉપરના બાળકોનો વિશેષ કાર્યક્રમ આયોજિત થયો હતો. જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જે અત્યાર સુધી માત્ર એકેડેમિક સ્કીલ્સ માટે જ પોતાની તમામ શક્તિ લગાવી દેતા હોય છે જ્યારે ઘણી વસ્તુ પાછળ સ્માર્ટ વર્ક જરૂરી છે અને એના માટે મેન્ટલ સ્કિલ ડેવેલપ થવી જરૂરી છે. અને આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં એકેડેમિક સ્કિલને વધુ સારી રીતે સ્કેલ કરવા માટે માઈન્ડ સેટની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ પોતાનું ગોલ સેટિંગ કરી શકે. પણ માત્ર ગોલ સેટિંગ નહીં પરંતુ સ્માર્ટ ગોલ કેવી રીતે સેટ કરવા, કઈ રીતે એ ગોલ અચીવ કરવા. કેટલી મુશ્કેલીઓ આવશે ગોલ અચિવિંગમાં એ બાધાઓ ને કેવી રીતે સર કરવી. પોઝિટિવ માઈન્ડ સેટ કેવી રીતે રાખવું, કેટલી નકારાત્મક શક્તિઓને કેવી રીતે દૂર કરવી, બાળકોને એકેડેમિક સ્કિલ મેનેજમેન્ટમાં કેવા અવરોધો આવશે જેને કેવી રીતે સર કરવા એના પર પણ વિસ્તાર થી બાળકોને ઇનવોલ્વ કરી ટુ વે કોમ્યુનિકેશનથી અવગત કરાયા હતા. આ સાથે હાલના સમયમાં નાની નાની વાતે બાળકો ડિપ્રેસનના શિકાર થઈ જતા હોય છે. સોસીયલ મીડિયાના આ જમાનામાં સાયબર બુલિંગથી લઈ એન્ઝાઇટી વગેરેનો પણ બાળકો શિકાર થતા હોય છે જેને લઈને વિદ્યાર્થીઓના જીવન ધોરણ પર એક અદ્રશ્ય અસર દેખાય છે, જે મનમાં જ રહે છે પણ મગજ ને ખને કામ કરવા દેતી નથી, પોઝિટિવ માઈન્ડ સેટથી આવી ઘણી મુશ્કેલીઓ સર કરી શકાય છે, જેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાઈ હતી.
આ કાર્યક્રમ નું સંચાલન ડો ભાવિન દેસાઈએ કર્યું હતું જેઓ ઉબિકા માઈન્ડના ફાઉન્ડર છે, અને માઈન્ડ સેટ ટ્રેનર તરીકે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં જેમની ગણના થાય છે, ધ મેથ ડોકટરના ડો.પિંકી શાહ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનો વલસાડના વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો.