ગુજરાત એલર્ટ । ખેરગામ
યુનાઈટેડ નેશન દ્વારા વર્ષ-૨૦૨૩ આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીયન્સ વેલ્યુ અંગેનાં જાગ્રતિ અભિયાન હેઠળ ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા જીલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ નાં અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના આછવણી ગામના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકા કક્ષાનાં કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. મિલેટ્સ મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અંગે નિષ્ણાંતો દ્વારા ખડૂતોને માર્ગદર્શન આપાયું હતું. કાર્યક્રમમાં ખેતીવાડી ખાતાની ચણા બિયારણ કિટના ૬૫ લાભાર્થીઓને રૂ.૨.૩૪ લાખ, તાડપત્રી ના ૨૬ લાભાર્થીઓને રૂ.૦.૫૪ લાખ, કેરેટના ૨૫ લાભાર્થીઓને રૂ.૦.૫૫ લાખ નુ વિતરણ મહાનુભાવોનાં વરદ હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઇ પટેલ, પંચાયત સદસ્ય ભીખુભાઈ આહિર, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પુર્વેશ ખાંડાવાલા, તાલુકાના સંગઠન પ્રમુખ ચુનીભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ સંપતભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો સહીત અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.