ગુજરાત એલર્ટ । વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ તા.૦૫-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા જિલ્લા સેવા સદન, મામલતદાર કચેરી, જિલ્લા ન્યાયાલય અને જન સેવાકેન્દ્રમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી.
પારડી નગરપાલિકા દ્વારા મામલતદાર કચેરી, દમણગંગા નહેર કચેરી, પારડી નગરપાલિકા કચેરી, તાલુકા પંચાયત કચેરી અને તાલુકા બાળ વિકાસ ભવન વિગેરે સરકારી કચેરીઓની સાફ સફાઈ અને રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી.
વાપી અને ધરમપુર નગરપાલિકા દ્વારા વિવિધ સરકારી કચેરીઓ ખાતે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉમરગામ નગરપાલિકા દ્વારા ઉમરગામ નગરપાલિકા કચેરી દ્વારા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી.