ફટાકડાઓને કારણે આગ, અકસ્માત તથા જાનહાનિના બનાવો અટકાવવા પ્રતિબંધાત્મક જાહેરનામું

ગુજરાત એલર્ટ | વલસાડ
આગામી દીવાળીના તહેવાર નિમિત્તે ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત તથા જાનહાનિના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી તેમજ તેઓને અગવડ ન પડે તે માટે સમગ્ર વલસાડ જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ નિયંત્રણ મુકતું જાહેરનામં૧ બહાર પાડ્યું છે. જે અનુસાર ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ અને ૧૯૬૧ની કલમ ૩૩(૧)(ખ) તથા ૩૩(૧)(બ) થી મળેલ સત્તાની રૂએ આ સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૧૫/૧૧/૨૦૨૩ સુધી તેમજ તા.૨૫/૧૨/૨૦૨૩ થી તા.૦૧/૦૧/૨૦૨૪ સુધી રહેશે.
૧. નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર નામ. સુપ્રિમ કોર્ટે દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલો છે.
૨. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું અને ઘન કચરોથી પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Laris) પર સુપ્રિમ કોર્ટ દ્રારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
3. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટનાં તા.૨૩/૧૦/૨૦૧૮નાં આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.
૪. ઉપરાંત તમામ ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.
પ. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે.
દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંદર્ભે નામ. સુપ્રિમ કોર્ટ તેમજ સરકારશ્રીની પ્રવર્તમાન ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા જી.પી. એકટની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે. અને ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીને ફરીયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!