ગુજરાત એલર્ટ । વલસાડ
પ્રણામી ધર્મ પણ દેશ વિદેશમાં પ્રસરેલો છે જેનું મુખ્ય મથક મધ્યપ્રદેશના સતના પાસેના હીરાની જગપ્રસિદ્ધ ખાણ ધરાવતા પન્ના ખાતે પાંચસો વર્ષ પુરાણું આવેલું છે. આ પ્રણામી પંથના વલસાડ ખાતે સૌથી વધુ છીપા ભાવસાર જ્ઞાતિ ધર્મ પાળે છે. જેઓ બાલકૃષ્ણ ભગવાનના ૧૧ વર્ષ બાવન દિવસ સુધીના અવતારને જ પ્રભુ કૃષ્ણને જ પૂજે માને છે. પરમધામના શ્રી રાજજીએ બાળ કૃષ્ણમાં જે રોપણ કરેલું તે પૂજનીય છે.
કૃષ્ણ ભગવાનની લીલા પ્રસિદ્ધ છે. જેમાં પણ ઉત્તર પ્રદેશના મથુરા વૃંદાવન સ્થળોની તો વાત જ શી કરવી? જેમાં પણ શરદ પૂર્ણિમાની રાતે કૃષ્ણ ભગવાને બાર હજાર ગોપીઓ સંગ મહારાસ લીલા કરી હતી. પ્રણામી ધર્મીઓ લખવાનું બાકી છે તે આ રાસલીલાને જે તે નિજ મંદિરમાં સ્થાપિત રાજજીને રાસલીલા મેદાનમાં લાવી પૂર્ણિમાની રાતથી વલસાડ ખાતે બીજ સુધી અને પન્ના ખાતે પાંચમ સુધી રાસલીલા ગવાય છે. પન્નામાં પાંચમે રાજજી પુનઃ નીજ મંદિરમાં બિરાજે છે.
વલસાડ પ્રણામી શેરીમાં માત્ર સો મીટરમાં પુરાણું અને નવીન એમ બે રાજજીના મંદિરો છે. શરદ પૂનમની રાતે પુરાણા મંદિરમાં જૂની પરંપરા મુજબ શુદ્ધ દેશી ભાવે ધ્વનિ વર્ધક યંત્ર વગર તાલ બદ્ધ ગરબા ગવાયા. ભક્તોએ ખાસ લાભ ઉઠાવ્યો. વલસાડ ખાતે સૌથી વધુ ભાવસાર જ્ઞાતિ જોડાયેલી છે પણ દેશમાં જ્યાં જ્યાં પણ આદ્ય ગુરુ પ્રાણનાથજી વિચરણ કરેલું ત્યાં ત્યાં પ્રણામી ધર્મના સ્થાનકો છે જેમાં ગુજરાતમાં સૌથી પ્રસિદ્ધ પુરાતન સુરત સૈયદપુરા અને જામનગર ખાતે આવેલા છે જ્યાં મોટેભાગના પ્રણામીઓ વર્ષમાં અચૂક દર્શને જાય છે.