ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ગાંધીબાગ આવેલ છે જે ગાંધીબાગ ખાતે ડાંગનાં અસંખ્ય લોકો હરવા-ફરવા માટે આવે છે. ડાંગ જિલ્લાનાં મુખ્ય વડા ગણાતા કલેકટરનાં બંગલાને અડીને ગાંધીબાગ આવેલ છે. આ ત્રણ રસ્તા પરથી ડાંગનાં તમામ નેતાઓ, તમામ અધિકારી પસાર થાય છે તેમ છતાં ગાંધીબાગની સ્થિતિ જોવા કોઈ તૈયાર નથી. ત્યારે આજરોજ ગાંધીબાગ ની મુલાકાત લેતાં જાણવા મળ્યું છે ગાંધીબાગનાં વિવિધ છોડ પાણીનાં અભાવે મરી ગયાં ધાસ મરી ગઈ હોવાથી બાગ વિરાન બની ગયો છે. ત્યાં મુકવામાં આવેલ મોટા-ભાગનાં બાકડાઓ તુંટી ગયાં છે. બેસવા માટે જે શેડ બનાવવામાં આવ્યાં તેની દિવાલો, પતરા તુટી ગયાં છે પાણીની પરબ છે નળ પણ છે, પરંતુ તેમાં પાણી આવતું નથી.
સંડાસ-બાથરૂમ બનાવવામાં આવ્યાં છે જેમાં પાણી નથી આવતું તે તુટી ગયાં છે. આહવા નગર સહીતનાં ગામડાઓમાંથી આવતાં લોકો માટે ગાંધીબાગ આશ્રયનું સ્થાન હતું પરંતુ આજે ગાંધીબાગ મેદાન બની ગયું છે તેમ છતાં ગામડાનાં લોકો આ ગાંધીબાગમાં સામાજિક કાર્યક્રમો કરે છે.
ડાંગ જિલ્લા કલેકટર મહેશ પટેલ ગાંધીબાગની માલાકાત લઈ કે તેમનાં સ્ટાફ દ્રારા તપાસ કરાવી ગાંધીબાગનાં રિપેરીંગ કે રીનોવેશન માટે યોગ્ય કાર્યવાહી કરે તે લોકોનાં હિતમાં છે.