ગુજરાત એલર્ટ । વલસાડ
ભારતનાં રજવાડાંઓને એક કરનારાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકતા દોડ યોજવાનું આહવાન કર્યુ હતું.
જે અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિન નિમિતે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વલસાડ જીલ્લાનાં નાગરીકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદેશ્ય સાથે એકતા દોડ (Run For Unity) નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ એકતાદોડ દેશની સમૃધ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મુલ્યોને પ્રોત્સાહન આપે છે. આ રનમાં એસપી ડૉ. કરનરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. એ.કે.વર્મા, પ્રો. ડી.વાય.એસ.પી. કુલદીપ નાઇ તથા અન્ય પોલીસ અધિકારીઓ અને ૩૨૫ જેટલા પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ અધિક્ષકની કચેરીથી એકતા દોડ શરૂ કરી હાલર સર્કલ, આઝાદ ચોકી, કોંગ્રેસ કાર્યાલય સર્કલ, કલ્યાણબાગ સર્કલથી પસાર થઇ પોલીસ અધિક્ષક કચેરીએ પૂર્ણ કરી હતી. ત્યારબાદ તમામે રાષ્ટ્રની એકતા, અખંડીત્તા તથા સુરક્ષાને જાળવી રાખવા માટે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા હતાં.