વલસાડ હાલર પ્રાથમિક શાળા ખાતે દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબ ખુલ્લી મુકતા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ. વડાપ્રધાનશ્રીએ દિવ્યાંગજનોના જીવનમાં સરળતા માટે અનેક ટેક્નોલોજીકલ ડિવાઈઝોની ભેટ આપી છે.

ગુજરાત એલર્ટ | વલસાડ
નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વલસાડ હાલર પ્રાથમિક શાળા ખાતે ગુજરાતની સૌ પ્રથમ દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાયું. જિલ્લા પંચાયત વલસાડના આ વિશેષ પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઈન્ડ આશ્રમના હાલર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો હાલમાં મેન્યુઅલી શિક્ષણ આપવામાં આવે છે.

આ બાળકોને હવે ઈલેક્ટ્રોનિક ડીવાઈસ દ્વારા બ્રેઈલ લોપી શીખવવામાં આવશે જેથી તેઓ ઝડપી બ્રેઈલ લિપી શીખી શકશે. જિલ્લા પંચાયત વલસાડ દ્વારા અંદાજીત રૂ.૧0,૦૦,૦૦૦ સુધીનો ખર્ચ કરી બ્રેઈલ લિપી ઈલેક્ટ્રોનિક ડીવાઈઝ (ANNIE – Smart Braille Literacy Device) – ૬ નંગ તથા જરૂરી ફર્નિચર દ્વારા ક્લાસરૂમ અપગ્રેડેશન કરી અદ્યતન સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબ તૈયાર કરવામાં આવી છે.

લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીને આ વિશેષ પ્રોજેક્ટ બદલ શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવરાત્રિ મહોત્સવને વિશ્વમાં ઓળખ આપી છે. આ શુભ દિવસોમાં શુભ કાર્યો કરવામાં આવે છે ત્યારે આજે વડાપ્રધાનશ્રીએ તેમના પ્રિય દિવ્યાંગજનો માટે નવી નવી ટેકનોલોજીની મદદથી ડિવાઈઝોની ભેટ આપી છે જેના ઉપયોગથી એમનું જીવન સરળ બને, તેમને સારી રીતે શીખવાનું મળે.

તેના જ ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવા શ્રેષ્ઠ અને અનોખા કાર્યની પહેલ કરવામાં આવી છે. મંત્રીશ્રીએ દરેક બાળકોને મળી એમની સાથે વાર્તાલાપ કરી આ ડિવાઈઝ કેવી રીતે કાર્ય કરે છે તે જાણ્યું હતું. આ દિવ્યાંગજનોને તાલીમ આપવામાં આવી હતી જેનું મંત્રીશ્રી સમક્ષ નિદર્શન અંધજન શાળાના ધો. ર ના આયુ રાજેશભાઇ શ્રીવાસ્તવ અને ધો. ૮ ના સેજલબેન જીતુભાઇ પટેલે કર્યુ હતું. આ વેળાએ સેજલે મંત્રીશ્રીનું નામ બ્રેઇલ લિપીથી લખી બતાવ્યું હતું.

આ પ્રોજેક્ટ અંતર્ગત ANNIE – Smart Braille Literacy Deviceના ઉપયોગથી સિમ્પલ બ્રેઇલ રિડિંગ, લર્નિંગ અને ટાઈપિંગ કરી શકાશે. આ ડિવાઈસના માધ્યમથી બાળકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં શીખી શકે છે. માતા-પિતા અને શિક્ષકોને વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકની સમજ પૂરી પાડવા માટે સજ્જ કરે છે. આ એક ઇઝી ટુ લર્ન ડીવાઈઝ છે, તેને ગમે ત્યાં સરળતાથી કનેક્ટ કરી શકાય છે અને તે બેટરીથી પણ સંચાલિત છે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી બી.ડી.બારિયા અને હાલર પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!