ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ ખાતે આવેલા અતિપ્રાચીન રામજી મંદિરે પરંપરાગત દરવર્ષે દશેરાના પર્વ નિમિત્તે મેળાનું ભવ્ય આયોજન થાય છે. જેમાં હજારો ભક્તો મંદિરે દર્શનની સાથે મેળાનો લાભ લેતા હોય છે. આ વખતે નવરાત્રી ઉત્સવની સાથે દશેરા પર્વે તા.24 ઓક્ટોબરના દિવસે રામજી મંદિરના પટાંગણમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે રામજી મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દશેરાના દિવસે સાંજે અહીં હજારોની જનમેદની વચ્ચે કામદાર નેતા આરસી પટેલના હસ્તે રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. જેના માટેની પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે ભુપતભાઇ કંસારા, પ્રકાશભાઈ ફોટાવાલા, અલ્પેશ ગજ્જર, પ્રકાશભાઈ ગજ્જર સહિતના અનેક આગેવાનો દ્વારા ઉત્સવ રંગેચંગે પર પડે તે માટે જરૂરી આયોજન હાથ ધરાયુ છે.