ગુજરાત એલર્ટ | વલસાડ
“સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં વલસાડ જિલ્લાની પાંચ નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિકો અને ગામના આગેવાનો સાથે મળી ગામની જાહેર જગ્યાઓ અને વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ કરી વલસાડને સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજરોજ ગુરૂવારે સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકા દ્વારા મહાપુરુષોની પ્રતિમા અને જ્યોતિ મિનારાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી.
પારડી નગરપાલિકા દ્વારા તળાવની આજુબાજુ સાફ સફાઈ કરવામાં આવી હતી.
ધરમપુર નગરપાલિકા દ્વારા પાણીના સ્ત્રોતોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
ઉમરગામ નગરપાલિકા દ્વારા ઉમરગામ બીચની સાફ સફાઈ કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકા દ્વારા ચલા ગાર્ડન તેમજ તળાવની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
આમ, વલસાડ જિલ્લાના શહેરી વિસ્તારમાં સૌના સહિયારા સામૂહિક પ્રયાસો થકી વિવિધ વિસ્તારોને સ્વચ્છ રાખવાની સાથે સાથે જિલ્લાના સૌંદર્ય અને જાહેર આરોગ્યમાં પણ વૃદ્ધિ થઇ રહી છે.