ખેરગામનાં પુત્રવધુ અને ફલધરાનાં વતની પ્રો. મેઘા પટેલ પીએચડી થયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જીલ્લાના ફલધરા ગામના વતની અનિલભાઈની સુપુત્રી તથા ખેરગામ, બાવળી ફળિયાનાં રહેવાસી (હાલ રહે. વલસાડ, મોગરાવાડી) અશોકભાઈનાં પુત્રવધુ એવાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મેઘાકુમારી મયુરકુમાર પટેલે તૈયાર કરેલ મહાનિબંધ “SYNTHESIS OF THIENO(2,3-d)PYRIMIDINE BASED HETEROCYCLIC COMPOUNDS AND THEIR BIOLOGICAL EVALUATION” ને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી તેમને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં રસાયણશાસ્ત્રનાં પ્રોફેસર ડૉ. પરેશ એસ. પટેલનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. તેઓએ રસાયણશાસ્ત્ર વિષયમાં CSIR/UGC NET-JRF તથા SRF અને G-SET પરીક્ષા પાસ કરેલ છે તથા રાષ્ટ્રીયકક્ષાએ BEST ORAL PRESEENTATION માટે તેમને ડૉ. વી. કે. શર્મા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલ છે. તેઓએ વલસાડ અને નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!