ધરમપુરના મરઘમાળ ગામમાં અબ્દુલ કલામની જન્મ જયંતિએ વૈજ્ઞાનિકો અને શોધકોની વેશભૂષા સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓ અને યુવાનોને લાઈબ્રેરી તરફ વાળવા માટે ધરમપુરના રેઈમ્બો વોરિયર્સ ગૃપ દ્વારા અનોખો પ્રયાસ. લાઈબ્રેરીમાં વાંચન કરી સરકારી નોકરી મેળવનારાઓનું સન્માન પણ કરવામાં આવ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર તાલુકાની મરઘમાળ ગ્રામ પંચાયત, રેઈમ્બો વોરિયર્સ ધરમપુર અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ગામની વાંચન કુટિરના સ્થાપના દિન અને ડો.એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ અને યુવાનોને લાઈબ્રેરી તરફ વાળવા માટે અનોખા પ્રયાસના ભાગરૂપે વૈજ્ઞાનિકો અને શોધકોની વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૨૯ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વેશભૂષા સ્પર્ધામાં પ્રથમ નંબર ક્રિષા એમ.પટેલ, દ્વિતિય નંબર પ્રિયાંશી એસ.પટેલ તથા તૃતિય નંબર જીયા કે. પટેલે મેળવ્યો હતો. પ્રથમ ૧ થી ૩ નંબર મેળવનાર સ્પર્ધકોને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા તરફથી પ્રથમ નંબરને ૨૦ ગ્રામ ચાંદીનો મેડલ, દ્વિતિય નંબરને ૧૦ ગ્રામ ચાંદીનો મેડલ તથા તૃતિય નંબરને ૫ ગ્રામ ચાંદીનો મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને લંચબોકસ ભેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વ. દિનેશભાઈ પટેલ (શિક્ષણ સેવા વર્ગ 2)ના સ્મરણાર્થે હર્ષાબેન પટેલ તરફથી સ્ટીલ ડીસ સેટ, ઉત્તમભાઈ ગરાસિયા તથા વિલાસબેન ગરાસિયા તરફથી સ્ટેશનરી તથા આરોગ્ય કીટ, અનિલભાઈ ગરાસિયા એમના પરિવારજનો તરફથી દરેક સ્પર્ધકને રોકડ ભેટ કવર તથા ડૉ. વિરેન્દ્ર ગરાસિયાના પિતા સ્વ. મણીલાલ ગરાસિયાના સ્મરણાર્થે રોકડ ભેટના કવર આપ્યા તેમજ મહેન્દ્રભાઈ ઉત્તમભાઈ ગરાસિયા તરફથી રોકડ ભેટ કવર આપી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Rainbow warriors Dharampurની અનોખી પરંપરા મુજબ સાકાર વાંચન કુટીરના વાચકો કે જેમણે સરકારી નોકરી મેળવી છે એવા આનંદ ચીમનભાઈ પટેલ (ડે.સેકશન અધિકારી), ભૂમિક અનિલ ગરાસિયા (ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ) તથા જીજ્ઞેશભાઈ બાબુભાઈ પટેલ (ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ)નું શાલ ઓઢાડી પુષ્પ છોડ આપી સન્માન કરાયુ હતું.

આ પ્રસંગે દિવ્યેશ પટેલ સિવિલ એન્જિનિયર (લેક્ચર સુરત યુનિવર્સિટી) મહેશભાઈ ગરાસીયા (આર.ટી.ઓ કચેરી, વલસાડ) જયંતીભાઈ પટેલ (શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક) સુભાષભાઈ બારોટ(શિક્ષક આવધા), ડૉ. વિરેન્દ્ર ગરાસીયા (શિક્ષક, નાની ઢોલડુંગરી) હિનલ ટી પટેલ (મંત્રી, નાયકા સમાજ, વલસાડ) કમલેશભાઈ પટેલ (આદિવાસી એકતા પરિષદ ધરમપુર) અનિલભાઈ ગરાસીયા (શિક્ષક), મહેન્દ્રભાઈ ગરાસીયા (શિક્ષક) રાકેશભાઈ ગરાસીયા તથા મરઘમાળ ગામ ના ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉદઘાટન દિવ્યેશ પટેલ (સિવિલ એન્જિનિયર), મહેશ ગરાસિયા (આર. ટી. ઓ. કચેરી વલસાડ) , કમલેશ પટેલ (આદિવાસી એકતા પરિષદ ધરમપુર) તથા ઉત્તમભાઈ ગરાસિયાના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, યુવાનો, આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મરઘમાળના સરપંચ રજનીકાંત પટેલ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના કો-ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!