સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાની પાલિકા વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ખરા અર્થમાં સાર્થક થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ શુક્રવારે સાંજે ૪ કલાકે જિલ્લાના તમામ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધી સ્વચ્છતા અભિયાન જન આંદોલન બને તે માટે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં ખાસ કરીને વલસાડ પાલિકા વિસ્તારની પારડી સાંઢપોર ખાતે આવેલી ડમ્પિંગ સાઈટ પર રોજે રોજ કચરાનો નિકાલ, જૂના રેકર્ડનો નાશ કરવો, જૂના વાહનોનો નિકાલ કરવા સહિતની વિવિધ કામગીરી અંગે સૂચનો આપ્યા હતા. આ સિવાય દર અઠવાડિયે સ્વચ્છતા ઝુંબેશ અને ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા સંબંધિત વિભાગને સૂચનાઓ આપી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!