ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલકાના સરીગામમાં વૃંદાવન પાર્કમાં ફલેટ બી માં રૂમ નં. ૩૦૫માં રહેતી ૧૯ વર્ષીય લચિતાકુમારી રાજેન્દ્ર યાદવ (મૂળ રહે. ગાંવ ખડબાલી, થાના સાદિયાબાગ, તા. જખનીયા, જિ. ગાજીપુર,યુપી) તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સવારે ૧૦ કલાકે ભાઈ અભિષેક યાદવ સાથે સરીગામ ખાતે રામજી મંદિરની સામે આવેલા વૈશાલી બ્યુટી પાર્લરમાં જવા નીકળી હતી. ભાઈ તેણીને પાર્લર પર ઉતારી નીકળી ગયો હતો. સાંજે ૬ વાગ્યે લેવા પરત લેવા ગયો ત્યારે લચિતા પાર્લર પરથી મળી આવી ન હતી. સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન મળતા ભીલાડ પોલીસ મથકે લચિતા યાદવ ગુમ થઈ હોવાની જાણ કરી હતી. તેણીએ ગ્રાઉન કલરનો પંજાબી ડ્રેસ અને પાયજામો પહેર્યો હતો. લચિતા સાડા ચાર ફૂટ ઉંચાઈ, ઘઉવર્ણ અને મધ્યમ બાંધો ધરાવે છે. જે હિન્દી ભાષા જાણે છે. જે કોઈને પણ તેની ભાળ મળે તો ભીલાડ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
ઉમરગામના સરીગામથી ૧૯ વર્ષીય યુવતી બ્યુટી પાર્લર પરથી ગુમ
