પ્રદૂષણમુક્ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જંયતિ નિમિત્તે સાઈકલિંગનું આયોજન કરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકોમાં વધુમાં વધુ સાયકલ ચલાવે અને પ્રદૂષણ મુક્ત જીવન જીવે તે માટે વર્ષ ૨૦૦૯થી વલસાડ નેચર ક્લબ દ્વારા પ્રકૃતિ શિક્ષણ તેમજ સાહ્સિક રમતોનું આયોજન કરાય છે. વર્ષ ૨૦૧૨માં ગાંધી જંયતિ નિમિત્તે બીજી ઓકટોબરના રોજ વલસાડ સાયક્લિંગ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધી જંયતિના અવસરે નેચર ક્લબના પ્રમુખ પ્રિતેશ પટેલ તેમજ તેમના ૧૪ વર્ષના વિદ્યાર્થી કવન દેસાઇ દ્વારા લોકો પ્રદુષણ મુક્ત વાહન વ્યવહારને રોજિંદા જીવનમાં પ્રાધાન્ય આપે એવા ઉદ્દેશ્યથી દર વર્ષે વલસાડથી ડાંગના જંગલોમાં ૩ દિવસની અવેરનેસ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વલસાડ સાઇક્લિંગ ક્લબના ૧૧ વર્ષ પુર્ણ થતા વલસાથી ધરમપુર રીટર્ન એમ ૫૦ કિલોમીટરની એનિવર્સરી રાઇડનું આયોજન કરવામાં હતું. જેમાં ૬ રાઇડર્સ દ્વારા ૫૦ કિ.મી સાઇક્લિંગ કરવામાં આવ્યું હતું. ઉદવાડાથી ૫૨ વર્ષીય રાઇડર ખુશરુભાઇ કુમાના દ્વારા કુલ ૯૬ કિ.મી. સાયક્લિંગ કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!