ગુજરાત એલર્ટ । વલસાડ
‘‘કચરા મુકત ભારત, કચરા મુક્ત ગુજરાત’’ની થીમ ઉપર ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનની તા. ૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઊજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આહવાન કર્યુ હતું કે, સ્વચ્છતા – રાષ્ટ્રીય સ્વભાવ બનવો જોઈએ. જેને અનુસરીને તા ૧ ઓકટોબરને રવિવારે ધરમપુરના એસ.ટી.ડેપો ખાતે પાલિકાના ઇજનેર પરીક્ષિત લાડ, પાલિકાના કર્મચારીઓ તથા ધરમપુર એસ ટી ડેપોના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલ, સહ કર્મચારીઓ, B.A.P.S. સ્વામિનારાયણ સંસ્થાના હરિભક્તો તથા આ સંસ્થા દ્વારા ચાલતી સંસ્થા પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, આઇ.ટી.આઈ, કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ, બરોડા ગ્રામીણ બેન્ક, ધરમપુર બ્રાન્ચના કર્મચારીઓએ ધરમપુરના એસ ટી ડેપો તથા આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરી હતી. વિલ્સન હિલ, શંકર ધોધ, સુલયાથી માવલી ડુંગર માટે બસ શરૂ છે. જે અંતર્ગત રવિવારે આ પ્રવાસન બસ ધરમપુર ડેપો ઉપર આવતા પ્રવાસીઓએ આ સ્વચ્છતા અભિયાનની તક ઝડપી એસ ટી ડેપો કેમ્પસમાં સાફ સફાઈ કરી હતી.