ગુજરાત એલર્ટ | ખેરગામ
દર વર્ષે ગણેશ ચતુર્થી બાદ આવતી જલ ઝીલણી એકાદશી નિમિત્તે ખેરગામના રામજી મંદિર સંકુલથી પંચાયતના કુવા સુધી લાલજીનો વરઘોડો નીકળે છે. ત્યાં રામજી મંદિર તથા ભવાની મંદિર બંનેના લાલજી ભગવાનને સ્નાન કરાવી નવા વાઘા પહેરાવી સુંદર રીતે શણગારી પુનઃ વરઘોડો કાઢવામાં આવે છે અને ભવાની મંદિર ખાતે વિશ્રામ આપી રાતે 9 થી 12 વાગ્યા સુધી અનેક ઘરે પધરામણી કરાવી બજારમાં હજારોની સંખ્યામાં લાલજીના વરઘોડામાં લોકો જોડાય છે અને નાચકૂદ કરી કેરોસીન વડે આગના ફુવારા ઉડાડી ઉત્સવ મનાવે છે. યુવાનોના આ કરતબ જોવા આજુબાજુના વિસ્તારમાંથી અનેક લોકો આવે છે. મધરાતે રામજી મંદિરમાં પુનઃ સ્થાપના કરી મહા આરતી કરી પ્રસાદ લઇ સૌ છૂટા પડે છે.
આ લાલજીના વરઘોડાની તસવીરો જુઓ…