ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાતમાં વાયબ્રન્ટ સમીટના બે દશકા વિકાસ ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી છે. વિશ્વના ઉદ્યોગોએ ગુજરાતના દ્વાર ખખડાવ્યા છે. આજે ગુજરાત વિકાસના મોડેલ તરીકે વિશ્વભરમાં ઊભરી આવ્યો છે. જેનો યશ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે.
ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે દેશ- વિદેશમાંથી રોકાણકારોને ગુજરાત રાજયમાં તેમના ઉદ્યોગો સ્થાપવા માટે રોકાણકારોને આકર્ષવા માટે વર્ષ ૨૦૦૩ માં ૨૭ મી સપ્ટેમ્બરના રોજ વાયબ્રન્ટ ગુજરાત સમીટની શૃખંલાનો પ્રારંભ કરાવ્યો હતો. શૃંખલાની કડી ગુજરાતના વિકાસની કરોડરજ્જુ બની છે.
વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમીટ ગુજરાતને દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાયબ્રન્ટ સમીટે રાજયની સામાજિક આર્થિક સ્થતિઓમાં પરિવર્તનશીલ બદલાવની શરૂઆતની સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રીમ રાજય બનાવ્યુ છે.
વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી એમ. કે. લાડાણીના જણાવ્યા અનુસાર વાયબ્રન્ટ સમિટ દ વલસાડ જિલ્લામાં પણ ૨૦૧૧ થી ૨૦૧૯ સુધીમાં ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯ ની સમિટમાં વિવિધ સેકટરમાં ૭૨૪ એમ. ઓ. યુ. ગુજરાત સરકાર સાથે કરવામાં આવ્યા છે અને શરૂ થયેલા ઉદ્યોગોમાં વલસાડ જિલ્લાના ૧૭૧૮૦ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
વાપી ઔદ્યોગિક વસાહતના પ્રમુખશ્રી સતીષભાઇ પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમીટના સફળતાના બે દાયકાના પૂર્ણતાના અવસરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતને દરેક ક્ષેત્રમાં વિકાસના પંથે મૂકયું છે. ગુજરાત રાજયમાં દેશ- વિદેશના ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગો સ્થાપવા માટે જે સરકારી પરવાનગીઓ રાજયના વિવિધ તંત્રો પાસેથી લેવી પડતી હતી તેને એક જ સીંગલ વીન્ડો સીસ્ટમ વિકસાવીને એક જ જગ્યાએથી બધી જ મંજૂરીઓ આપવાની શરૂઆત કરી અને એના લીધે ઉદ્યોગકારોનો સમય અને શકિતની બચત થઇ. આ ઉપરાંત ઉદ્યોગકારોને તેમના ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની સુવિધા આપી. જેથી વધુ નુ વધુ દેશ- વિદશેના ઉદ્યોગકારો ગુજરાતમાં તેમના ઉદ્યોગો સ્થાપી શકયા. પારડીના ધારાસભ્ય અને રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વાપી જીઆઇડીસીના પણ સભ્ય હોય જીઆઈડીસીના વિકાસ માટે સમયાંતરે તેઓનું માર્ગદર્શન મળતુ રહે છે. વાયબ્રન્ટ સમિટ માટે મંત્રીશ્રીના સતત સંકલન અને પ્રયાસથી વાપી ખાતે નવા ઉદ્યોગો વિકસી રહ્યા છે, સાથે જ જીઆઈડીસીના પ્રશ્નો પણ હલ થઈ રહ્યા છે. વાપી ઔદ્યોગિક વસાહતનો પણ વાયબ્રન્ટ સમીટના કારણે વિકાસ થયો છે અને વી. આઇ. એ. દ્વારા વાપી અને આજુબાજુના વિસ્તારના અંદાજીત ૧ લાખ લોકોને રોજગારી પૂરી પડાઇ રહી છે.