વલસાડના ફલધરામાં તિથલ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના એગ્રો- ઈનપુટ સેન્ટરનું ઉદઘાટન કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના ફલધરા ગામમાં નાબાર્ડ અને ઇફ્કો કિસાન કંપનીના સહયોગથી ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના અંતર્ગત બનેલી તિથલ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લી.ના એગ્રો-ઈનપુટ સેન્ટરનું ઉદ્ઘાટન જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણભાઈ ગરાસીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તિથલ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂતોને સસ્તા ભાવે દવા, ખાતર બિયારણ પૂરું પાડવામાં આવશે.
આ પ્રોગ્રામમાં ૧૫૦ જેટલા સભાસદો હાજર રહ્યા હતા. તિથલ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર અને ઇફ્કો કિશાન સુવિધા લી. કંપનીના દેવેન્દ્રભાઈ શર્મા દ્વારા FPO વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી અને નાબાર્ડ અને ભારત સરકારશ્રી દ્વારા મળતા લાભની જાણકારી આપી હતી.તિથલ એફપીઓની કામગીરી અને આવનાર સમયમાં થનાર કામગીરીની માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણભાઈ ગરાસીયા દ્વારા FPO બનાવવાના ફાયદા, સરકાર તરફથી મળતા લાભો અને એફપીઓ દ્વારા ખેડૂતો કેવી રીતે મૂલ્યવર્ધન કરીને સારા ભાવ મેળવી શકે તેની માહિતી આપી હતી. આત્મા પ્રોજેક્ટના કેવલભાઈએ પ્રાકૃતિક ખેતીની માહિતી આપી હતી. ગ્રામસેવક મહેશ્વરીબેન દ્વારા ખેતીવાડી યોજનાની માહિતી આપવામાં આવી હતી. તીથલ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના ચેરમેન ભુપેન્દ્રભાઈ દ્વારા તિથલ એફપીઓની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. તીથલ એફપીઓના ડિરેક્ટર ચંપકભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે તિથલ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના ચેરમેન ભુપેન્દ્રભાઈ પટેલ અને તિથલ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના CEO નયનેશભાઈ અને સભાસદો હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!