ગુજરાત એલર્ટ | ખેરગામ
બે દિવસ પહેલાં બેડ પર સુતેલી હાલતમાં ખેરગામના ગૌરી ગામે સગીરાની લાશ મળી આવવાની ઘટનામાં તેનો પ્રેમી જ કાતિલ નીકળ્યો છે. ખેરગામ પોલીસ મથકના પો.સબ.ઇન્સ. ડી.આર.પઢેરીયા તથા પોલીસ સ્ટાફ દ્વ્રારા ગૌરી ગામે મરણજનાર સગીરાનુ પી.એમ,. કરાવી તેમજ સાહેદોના નિવેદનો મેળવી મરણજનારના પ્રેમી જે બનાવ બાદ ભાગી ગયેલ હોય તેને શોધી કાઢી તેની ઉંડાણ પુર્વક તેમજ કડકાઇથી પુછપરછ કરતા આરોપી રસિકભાઇ રમેશભાઇ પટેલ રહે.ગૌરી ગામ નિશાળ ફળીયા તા.ખેરગામ જી.નવસારી ભાંગી પડી જણાવેલ કે, આ કામે મરણ જનાર છોકરી સગીરવયની છે તેવુ જાણવા છતા તેણી સાથે પોતે પ્રેમ સબંધ રાખી તેણીને આરોપીએ પોતાના ઘરે સાતેક માસથી રાખેલ જે દરમ્યાન સગીર છોકરી તેના પિતાના ઘરે ચાલી ગઈ હતી. જેની અદાવત રાખી તેના ઘરે જઈ મરણજનાર જ્યારે રસોડામાાં રસોઇ બનાવતી હતી ત્યારે આરોપીએ રસોડામાાં આવી મરણજનારને પાછળના ભાગેથી ઘરમા પડેલા ધાતુના તારથી અચાનક ગળે ટુપો આપી હત્યાં કરી મરણજનારને ત્યાથી ખાટલા ઉપર સુવડાવી ચાદર ઓઢાડી ત્યાથી નાશી ગયો હતો જેને પોલીસે ઝડપી પાડ્યો છે. સગીરવયની છોકરીના મોત અંગે આરોપી રસિક સામે ખેરગામ પો.સ્ટે. માં ભારતીય દંડ સંહિતા કલમ-૩૦૨,૩૬૩,૩૬૬, મુજબનો ગુનો નોંધી રસિક રમણની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગુનેગારને પકડવામાં બે દિવસમાં જ સફળતા મેળવનાર
પો.સબ.ઇન્સ. ડી.આર.પઢેરીયા, અ.હે.કો.ગુણવંતભાઇ, આ.પો.કો.કમલેશભાઇ, અ.પો.કો.સંદિપભાઇ,અ.પો.કો. સતિષભાઇ, ડ્રા.પો.કો. મનિષભાઇ ઠાકોરભાઇ વિ.ની ઝડપી કામગીરી અંગે ઉચ્ચ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.