ગુજરાત એલર્ટ । વલસાડ
નવરાત્રિના પાવન પર્વના પ્રસંગે વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા અને પ્રાચીન- અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા યોજાનાર છે. જેમાં ભાગ લેવા માંગતી શૈક્ષણિક સંસ્થાઓ તથા કલા મંડળોએ અરજી ફોર્મ તા.૨૯-૦૯-૨૦૨૩ સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧૦૬,જૂની બી.એસ.એન.એલ કચેરી, પહેલા માળે, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડથી નિયત નમૂનાનું અરજી ફોર્મ અત્રેથી મેળવી ભરી મોકલી આપવાનું રહેશે એવુ વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.