ગુજરાત એલર્ટ । ખેરગામ
તાજેતરમાં નવસારી જિલ્લામાં શિક્ષણાધિકારી સુશ્રી રાજેશ્રી ટંડેલ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પુષ્પલતા દ્વારા આચાર્ય ભરતી પ્રક્રિયા સંપન્ન થઈ હતી જેમાં ખેરગામ, રૂમલા, જામનપાડા વિ. હાઈસ્કૂલ ખાતે નિયમિત આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચીખલી તાલુકાના તલાવચોરા (શામળા ફળિયા) ગામના ડૉ. છગનભાઈ પટેલ અને સરસ્વતીબેનના સુશિક્ષિત પરિવારના કુલ ચાર સભ્યો એમ.એસ.સી., બી.એડ. શિક્ષકો તરીકે સેવા કરતા હતા જે ચારેય ને આચાર્યપદ મળતાં ચીખલી તાલુકામાં અને કોળી જ્ઞાતિમાં આ પરિવારે સમાજનું ગૌરવ વધાર્યું છે, હિતેશા, પ્રદીપ, ઉપજ્ઞા અને વિભાની આચાર્ય ભરતી પ્રક્રિયામાં પસંદગી થતા રાજેશ્રી ટંડેલ-ડીઈઓ, ડી.ડી.ઓ. પુષ્પલતાના હસ્તે નિમણૂકપત્ર આપી પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
બે ભગિની હિતેશાબેન બીપીનભાઈને નાંધઇ ભૈરવીની ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં, ઉપજ્ઞાબેન પરેશભાઈને માધ્યમિક શાળા-ખાનપુરમાં,ભાઈ-પ્રદીપ છગનભાઈને સાર્વજનિક હાઇસ્કુલ ઘેજ તેમજ તેમના ધર્મ પત્ની વિભાબેનને અમલસાડની સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં નિમણૂક મળતા આચાર્ય તરીકેની કામગીરીનો પ્રારંભ કરેલ છે.
સુશિક્ષિત સંસ્કારી પરિવારમાં માતા સરસ્વતીબેન અને ડૉક્ટરેટની પદવીધારક પિતાએ હિન્દી વિષયના પીએચ.ડી. ઉચ્ચાભ્યાસ સાથે પીટીસી, એમ એ,એમ ફીલની પદવી મેળવેલ છે જેઓ આચાર્ય તરીકે નવચેતન વિદ્યામંદિર પ્રાથમિક શાળા, પીપલગભાણ માં સને ૨૦૧૩-મૅમાં નિવૃત્ત થયા હતા જ્યાં તેમના ધર્મપત્ની સરસ્વતીબેન પણ શિક્ષિકા હતા.
આમ ડૉ.સીસીના એક જ કુટુંબની પાંચેય વ્યક્તિએ આચાર્યપદ શોભાવ્યું, નાની દીકરી કીર્તિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આલીપુરમાં આયુર્વેદ વૈદ્ય તરીકે અને તેમના સુનિલભાઈ ડેરી ઉદ્યોગમાં છે. મોટી દીકરી હિતેશાના સ્વર્ગસ્થ પતિ બીપીનભાઈ પણ ગામની હાઈસ્કૂલમાં હતા, ઉપજ્ઞાપતિ પરેશભાઈ પણ શિક્ષક છે.
આમ ડૉ. છગનભાઈ અને સરસ્વતીબેનનો સમગ્ર પરિવાર જ્ઞાન- શિક્ષણ સમર્પિત છે. જેમ કુકેરી- શિક્ષકોનું ગામ કહેવાય છે તેમ તલાવચોરા પણ ડૉ. સીસી પટેલ પરિવારનું કહેવાય છે જેમણે દરેક સંતાનને અને પોતાના વિદ્યાર્થીઓને પણ સારું શિક્ષણ સંસ્કાર આપી ઉજાગર કર્યા છે તેમ ચાર આચાર્યો પણ પોતાના શાળાના બાળકોને સુશિક્ષિત કરશે એવા સીસી દંપતી તથા અગ્રણીઓએ અભિનંદન સાથે આશીર્વાદ આપ્યા હતા.