વલસાડ આરટીઓ કચેરી દ્વારા શાળા-કોલેજ રોડ પર વાહન ચેકિંગ, ૧૮ ને મેમો અપાયા

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાની પ્રાઈવેટ તથા સરકારી સ્કૂલ અને ટ્યુશન કલાસમાં આવતા વાહનોમાં બાળકોની સલામતી જળવાઈ રહે તે બાબતે જિલ્લા કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત વાહનો લઈને આવતા સ્કૂલના વિદ્યાર્થીઓના લાઈસન્સ, હેલમેટ અને રોડ સેફટી નિયમોનું આરટીઓ કચેરી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરટીઓ કચેરીના મોટર વાહન નિરિક્ષક એ.ડી.ચૌધરી, એમ.વી.ગોલવિયા અને સહાયક વાહન નિરિક્ષક કે.સી.પટેલ દ્વારા સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ, સ્વામિનારાયણ સ્કૂલ અને કોલેજ રોડ પર ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ડ્રાઈવિંગ લાઈસન્સ વિના વાહન હંકારવુ, અંડરએજ ડ્રાઈવિંગ, હેલમેટ, પરમીટ ભંગ અને ઈન્સ્યોરન્સના ૧૮ મેમો ફટકારવામાં આવ્યા હતા. આ સિવાય રૂ. ૫૨૦૦૦ની પેન્ડિંગ રીકવરી કરી રોડ સેફટી અંગે વાહન ચાલકોને સૂચનાઓ આપવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!