ચણવઈ ફળરોપા ઉછેર કેન્દ્ર ખાતે શાકભાજી પાકોના ધરૂ વેચાણ માટે ઉપલબ્ધ છે

ગુજરાત એલર્ટ | વલસાડ
બાગાયતી પાકોની ખેતી સંકળાયેલા ખેડૂતો માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ હસ્તકના ફળરોપા ઉછેર કેન્દ્ર, ચણવઈ, ખાતે ગ્રીનહાઉસમાં પ્લગ ટ્રેમાં તૈયાર કરવામાં આવેલ સારી ગુણવત્તાના શાકભાજી પાકોના ધરૂ(રીંગણ, ટામેટાં, મરચાં વિગેરે) વેચાણ માટે ઉપલબ્ધ છે. તેમજ ખેડૂતોની જરૂરિયાત મુજબ રાહત દરે ઉછેરી આપવામાં આવશે. જેમાં રસ ધરાવતા ખેડૂતોએ ૮-અ, ૭/૧૨ અને આધારકાર્ડ નકલ સાથે ચણવઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે, ચણવઇ-રાબડા રોડ,તા.વલસાડ, જિ.વલસાડ (મો- ૯૦૩૩૮૪૮૦૧૦) નર્સરીનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, વલસાડ દ્વારા અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!