વલસાડમાં ગણેશ વિસર્જનયાત્રા અને ઇદેમિલાદનું જુલૂસ અલગ અલગ દિવસે નીકળશે: ડીએસપી ડૉ. કરણરાજ વાઘેલાએ મુસ્લિમ સમાજનાં નિર્ણયને બિરદાવ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ
28 તારીખે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે આવતા કાયદો અને વ્યવસ્થાની મૂંઝવણ વચ્ચે મુસ્લિમ સમાજની કમિટીએ 28 તારીખને બદલે 29 તારીખે ઈદે મિલાદનાં જુલૂસ કાઢવાનો નિર્ણય લેતા વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાએ મુસ્લિમ સમાજના નિર્ણયને આજરોજ યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં બિરદાવ્યો હતો.

વલસાડ જિલ્લામાં ગણેશ ચતુર્થી તથા ઇદેમિલાદને લઈને વલસાડના એસટી ડેપોની સામે આવેલા મોરારજી દેસાઈ હોલમાં જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં 1,500 જેટલા ગણેશજી સ્થાપના થશે.

અનંત ચૌદસના ગણેશ વિસર્જન તથા ઇદેમિલાદ એક જ દિવસે હોય, કઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ કમિટીના મેમ્બરોએ નિર્ણય લેવામાં આવ્યો હતો કે 28 તારીખે ઈદે મિલાદને લઈને જુલૂસ નીકળવાનું હોય હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે તેના માટે જુલૂસ 28 તારીખે નહીં પણ 29 તારીખે નીકળશે. આ નિર્ણયથી જિલ્લા પોલીસવડા પણ ખુશ થયા હતા. અને વલસાડમાં જ્યાં જ્યાં ગણપતિની મોટી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યાં ત્યાં પોલીસ તથા હોમગાર્ડના જવાનો પેટ્રોલિંગ કરશે.

વલસાડ ઓરંગા નદી ઉપર પાલિકા દ્વારા ગણેશ આયોજકો માટે કઈ પણ જાતની સુવિધા રાખવામાં આવતી નથી જેને લઈને આયોજકોએ રજૂઆત કરી હતી. જે રજૂઆતને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે હું જાતે જઈને આ તમામ સુવિધાઓ પૂરી પાડીશ એ બાહેધરી આપી હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત વલસાડ જિલ્લાના ગણેશ મંડળના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે ઈદેમિલાદના દિવસે જુલૂસ ન કાઢવાના નિર્ણયથી રાહત અનુભવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!