મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની મેકઅપ આર્ટિસ્ટની હત્યા કરી લાશ પારડીના બાલદામાં ફેંકી દેવાઈ

ગુજરાત એલર્ટ|વલસાડ

પારડીના બાલદા જીઆઇડીસી બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાં પાર નદી કિનારે તા.12.08.2023 ના રોજ ડિકમ્પોઝ હાલતમાં 25 થી 30 વર્ષીય એક યુવતીની લાશ મળી આવી હતી.પારડી પોલીસે લાશનો કબજો લઈ ફોરેન્સિક પીએમ કરાવ્યા છતાં શરીર એ કોઈ ઈજાના નિશાન મળી ન આવતા આ મામલો પેચીદો બન્યો હતો. પરંતુ આ કેસની તપાસ કરનાર પારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.ડી ડોડીયાએ વિશેરા રિપોર્ટ કરાવી અને શરીર પરના છૂંદણા તથા ગળામાં પહેરેલ ચેઈન, લોકેટ અને ન્યૂઝમાં આ અંગેના સમાચાર દ્વારા આ કેસના અંત સુધી પહોંચવાનો પ્રયત્ન ચાલુ રાખતા આ કેસનું પેંગરૂ મુંબઈ સુધી લંબાયું હતું.

જે તે સમયે મુંબઈના વસઈ નાયગાંવ ખાતે રહેતી જયાબેન નામની મહિલાએ પોતાની બહેન નૈના મહંત ગુમ થયાની ફરિયાદ નાયગાવ પોલીસ સ્ટેશન નોંધાવી હતી. જેને આધારે મુંબઈ પોલીસે તપાસ દરમિયાન નૈનાના ફ્લેટના બિલ્ડીંગના સીસીટીવી ચેક કરતા નૈનાનો પ્રેમી મનોહર શુક્લા એક મોટી બેગ લઈ નીકળતા નજરે ચડતા શંકાને આધારે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન નૈનાના પ્રેમી મનહર શુક્લાએ 2018માં અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા અને એક બાળકનો પિતા હોવા છતાં પણ તેણે પૂર્વ પ્રેમિકા નૈના સાથે પણ સંબંધ ચાલુ રાખ્યા હતા. આ બાબતે નૈના સાથે વારંવાર ફ્લેટમાં બંને વચ્ચે ઝઘડો થતા પરંતુ મોટી સૂટકેસ લઈ પોતાની પત્ની અને બાળક સાથે નીકળવા જતા સીસીટીવી કેમેરામાં કેદ થતા તેણે જેલમાં જવાનો વારો આવ્યો છે.

હજુ વિશેરાના રિપોર્ટ પણ આવવાનો બાકી હોય બાકીના તમામ પુરાવાઓ શોધવા પારડી અને મુંબઈ પોલીસે સયુંકત તપાસ હાથ ધરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!