ગુજરાત એલર્ટ | ખેરગામ
તા. ૯-૯-૨૩ ના રોજ ખેરગામ તાલુકા સેવા સદન ખાતે કાર્યરત દિવાની અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલત મુખ્ય સિવિલ જજ ભાવિનકુમાર એચ. ભટ્ટના વડપણ હેઠળ યોજાય હતી. જેમાં વિવિધ કેસોના પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય લોક અદાલતમાં વિભિન્ન પડતર દાવાઓમાં પક્ષકારોને કાયમી ફાયદો થાય તે રીતે કોર્ટ સ્ટાફ એ.બી.મકવાણા (આસિ.), રજીસ્ટ્રાર કે. બી. શાહ તથા કોર્ટ કર્મચારીઓ, વકીલ મિત્રો દ્વારા ખુબજ અસરકારક રીતે સાનુકૂળ વાતાવરણમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ફોજદારી, દીવાની પ્રકારના જમીનના દાવા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ના કેસ, ભરણપોષણના દાવા, ટ્રાફિક મેમો વગેરે કુલ ૧૦૧ કેસ તથા વીજતંત્રના કેસ, વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકની પતાવટવાળા વિવિધ કેસોમાં કુલ 9,33,367/- રૂપિયાના દાવાઓની પતાવટ કરી ખુબ જ હકારાત્મક રીતે સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.
બીજા શનિવારની રજામાં દિવસ દરમ્યાન ચાલેલી લોક અદાલતમાં તમામ હાજર પક્ષકારોને ચા તથા હળવો નાસ્તો આપવામાં આવ્યો હતો. ઘણા પડતર દાવાનો સ્થળ પર નિકાલ થતા પક્ષકારોએ રાહતની લાગણી અનુભવી હતી. આ એવા કોર્ટ કેસ હતાં જેમાં કોઈ હાર્યુ નહીં, બધા જ પક્ષકારો જીત્યા હતાં.