ગુજરાત એલર્ટ | વલસાડ
જાહેર માર્ગો પર મહિલાઓ સાડી પહેરીને દોડતી હોય તો આપણને અચંબો લાગે છે. સ્વાભાવિક છે કે મહિલાઓ સાડી પહેરીને દોડવાનું પસંદ કરતી નથી પરંતુ વલસાડમાં એક એવી ઇવેન્ટ યોજાઈ રહી છે જેમાં મહિલાઓ રોડ પર સાડી પહેરીને દોડશે. જેસીઆઈ વલસાડ આવતા રવિવારે એટલે કે તા. ૧૦ સપ્ટેમ્બર નાં રોજ ‘સાડી રન’ નું આયોજન કરવા જઈ રહેલ છે. આયોજનનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિનું જતનની સાથે એક ભારતીય સ્ત્રી ભારતીય પહેરવેશમાં પણ દુનિયાનું કોઈપણ અસંભવ કાર્ય કરી શકે છે. જરૂરી નથી કે સ્ત્રીએ પોતાના વસ્ત્રો બદલીને પોતાની ક્ષમતા સાબિત કરવી પડે.
આ કાર્યને સફળ બનાવવા માટે જેસીઆઈ વલસાડ તમામ બહેનોને આ સાડી રનમાં ભાગ લેવા માટે આમત્રણ પાઠવે છે. આ સાડી રનમાં ભાગ લેવા માટે ફી રૂપિયા 100 રાખવામાં આવેલ છે. દરેકને મેડલ અને વિજેતાને ઇનામ આપવામાં આવશે. આયોજનની સરળતા ખાતર અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે. આ સાડી રન રવિવારે સવારે 6 કલાકે સ્વામીનારાયણ મંદિર તીથલ ખાતેથી શરુ કરવામાં આવશે. જે સ્વામિનારાયણ મંદિરથી તિથલ બીચ અને તિથલ બીચથી સ્વામિનારાયણ મંદિર સુધી રહેશે. ફક્ત ૩ કિમીની આ મેરેથોનમાં ભાગ લઈ સાડી પહેરેલી સ્ત્રી પણ ધારે તે કરી શકતી હોવાનું સાબિત કરી શકે છે. સાડી રનમાં ભાગ લેવા 9925099011 પર સંપર્ક કરવા જણાવાયું છે.