ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ નજીક આવેલા ગોડથલ ગામે ખેરગામ પોલીસે બાતમી આધારે રેડ કરતા તીનપત્તીનો જુગાર રમતા જુગારીયા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી.
ખેરગામ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા ચીખલી તાલુકાના ગોડથલ ગામના પટેલ ફળિયામાં રહેતા મનુભાઇ રણછોડભાઇ પટેલનાં બંધ ઘરના પેજારીના આગળના ભાગે જાહેરમાં એકબીજાની મદદગારીથી ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળી ગંજીપાનાનો તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા હોવાની ખેરગામ પોલીસને બાતમી મળતા પોલીસે બાતમી વાળા સ્થળ ઉપર તપાસ કરતા (૧) અજય વિનોદભાઇ ધો.પટેલ ઉંવ.૨૭ રહેવાસી-ગોડથલ પટેલ ફળીયા, (૨) વિનોદ બાબુભાઇ ધો.પટેલ ઉં.વ .૩૨ રહેવાસી- ઘોડવણી ડુંગરી (૩) મહેન્દ્ર બાવનભાઈ ધો.પટેલ ઉંવ.૪૨ રહેવાસી- ગોડથલ પટેલ ફળીયા (૪) જયંતી નગીનભાઇ ધો.પટેલ ઉં.વ.૫૦ રહેવાસી- ગોડથલ, પટેલ ફળીયા (૫)મહેન્દ્ર રામાભાઇ ધો.પટેલ ઉંવ.૪૫ રહેવાસી- ગોડથલ, પટેલ ફળીયાને જુગાર રમતા પોલીસે રંગે હાથે ઝડપી પાડયા હતા. તેમની પાસેથી અંગઝડતીના રોકડા રૂ.૧૧૮૧૦ મોબાઇલ નંગ ૪ કી.રૂ. ૩૦૦૦ તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૨૦૦ મળી કુલ્લે રૂ.૧૬,૦૧૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ ડી.આર.પઢેરીયાએ હાથ ધરી હતી. ગોડથલ ગામમાં પોલીસની રેડમાં જુગારીયા ઝડપાયા હોવાની વાત ફેલાઈ જતા સમગ્ર પંથકના ચર્ચાનો વિષય બન્યો હતો.