ગુજરાત એલર્ટ | વલસાડ
મોબાઈલ દવાખાનું અને પેથોલોજી લેબ ઊભું કરવાના શુભઆશયથી વલસાડ બીડીસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલી રોટરી વલસાડ પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એન.એચ. સ્ટ્રાઇકર્સની ટીમે એસ.ડી. ક્રિકેટ ક્લબની ટીમને હરાવી ટ્રોફી કબ્જે કરી હતી.
આ ટુર્નામેન્ટનું ઉદઘાટન તા. ૧લી એપ્રિલે સવારે ૯:૦૦ કલાકે વલસાડ જિલ્લાનાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી પ્રકાશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ તાલુકાના ઉત્કૃષ્ટ ૯૦ ક્રિકેટ રમતવિરો મળીને કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. જે ટીમોમાં જેગુઆર જાયન્ટસના માલિક જિજ્ઞેશ વસાણી, એન એચ સ્ટ્રાઇકર્સના માલિક અનિશ શાહ, એસડી ક્રિકેટ ક્લબના માલિક પુરલ વશી, વલસાડ ઇન્ડિયન્સના માલિક હિતેશ પટેલ, એડવાન્સ પિન્ક પેન્થર્સના માલિક મેહુલ સોલંકી અને ટીમ, વલસાડ કાઉબોયસના માલિક શિવાની દેસાઇ હતા.
આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ જીતનારી અનિશ શાહની એન. એચ. સ્ટ્રાઇકર્સ ટીમને રૂ. 1.27 લાખના ઇનામ અને રનર્સઅપ બનેલી પુરલ વશીની એસ.ડી. ક્રિકેટ ક્લબને રૂ. 75 હજારના ઇનામ આપવામાં આવ્યાં હતાં. જ્યારે આ ટુર્નામેન્ટની જુદી જુદી મેચમાં ભુમિન પટેલ – એન એચ સ્ટ્રાઇકર્સ, હિતેશ પટેલ – એસડી ક્રિકેટ ક્લબ, જય પટેલ – વલસાડ કાઉબોયસ, મિતેષ દરબાર – એસડી ક્રિકેટ ક્લબ, અવિનાશ રાઠોડ -જેગુઆર જાયન્ટસ, યાજ્ઞિક પટેલ -વલસાડ ઇન્ડિયન્સ મેન ઓફ ધ મેચ બન્યા હતા. જ્યારે સેમી ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ ભુમિન પટેલ-એન એચ સ્ટ્રાઇકર્સ અને હિતેશ પટેલ – એસડી ક્રિકેટ ક્લબ તથા ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ ચિરાગ આહિર -એન એચ સ્ટ્રાઇકર્સને ટ્રોફી આપવામાં આવી હતી. સમગ્ર સિરીઝના બેસ્ટ બેટ્સમેન હિતેશ પટેલ તથા બેસ્ટ બોલર મિતેષ દરબારને રૂ. 5 હજારના ઇનામો તથા ટ્રોફી આપવામાં આવ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ દિવ્યેશ ટંડેલ ને રૂ. 11 હજારના ઇનામ તથા ટ્રોફી આપવા મા આવી હતી.
આ વિચાર ધારાના પ્રણેતા અને ઉત્સાહી એવા પ્રોજેક્ટ ચેરમેન ચેતન પટેલ(રાબડા), પ્રોજેક્ટ કો. ચેરમેન, હિતેશ પટેલ, ધર્મિન દેસાઇ, રોટરી પ્રમુખ સ્વાતી શાહ અને સેક્રેટરી નિરાલી ગજ્જરે મહેનત સાથે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ટુર્નામેન્ટ, રોટરી ક્લબ ઓફ બલસારના ટ્રસ્ટીઓ પીડીજી ડો.નિલાક્ષ મુફ્તી, પીડીજી અનિષ શાહ અને રોટરી ક્લબ ઓફ બલસાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ વસાણીના માર્ગદર્શન હેઠળ થઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડિસ્ટ્રિક્ટ ગવર્નર ૩૦૬૦ શ્રીકાંત ઈન્દાણીના હસ્તે ચેમ્પિયન ટ્રોફી, વિજેતા ટીમ એન એચ સ્ટ્રાઇકર્સને એનાયત કરવામાં આવી હતી. જ્યારે પ્રમુખ સ્વાતિ શાહ, પ્રોજેક્ટ ચેરમેન ચેતન પટેલ, કો. ચેરમેન ધર્મિન દેસાઇ, હિતેશ પટેલ, પીડીજી અનિશ શાહ, આસીસ્ટન્ટ ગવર્નર સ્વેતલ દેસાઇ, જીગ્નેશ વસાણી,સેક્રેટરી નિરાલી ગજ્જર, તુષાર દેસાઇ, દુષ્યંત દેસાઇ,ગોરવ શુક્લ, પ્રતિક પારેખ, જતિન કંસારાના હસ્તે અન્ય ઇનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટ દરમિયાન બે દિવસ સુધી સવારે નાસ્તો, બપોરનુ જમણ અને સાંજના હાઇ ટીમાં સ્વાદિષ્ટ વાનગીઓની સરસ વ્યવસ્થા ફેલોશિપ ચેરમેન દુષ્યંત દેસાઇએ કરી હતી.