વલસાડની નણંદ ભાભીની જોડીએ કરી કમાલ: તાશા ક્રાફ્ટની ધૂમ

વલસાડ
જ્યારે તમારા મનમાં બિઝનેસ વુમન નામનો શબ્દ આવે ત્યારે તમારા મનમાં કઈ આવી જ છબી ઉભરતી હશે બિઝનેસ સુટ,એક મોટી ફાઇલ અને મોટી બિલ્ડીંગમાથી બહાર આવતી મહિલા.. પણ હવે તો સમય છે ડીઝીટલ યુગનો, હવે સ્ત્રી કે પુરુષને બિઝનેસમેન અથવા બિઝનેશવુમન બનવા માટે કોઈ બિઝનેસ સૂટની જરૂર પડતી નથી. આ ડીઝીટલ યુગમાં તમે નાઈટ ડ્રેસ પહેરીને પણ બેડ ઉપર બેઠા બેઠા પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો. વલસાડમાં નણંદ-ભાભીઓની જોડીએ કમાલ કરી દીધી છે. જેમણે પોતાનો બિઝનેસ ચાલુ કરીને સોશિયલ મીડિયામાં પોતાની કંઈક અલગ જ ઓળખાણ ઉભી કરી છે.
વલસાડ શહેરના નજીક આવેલા નાનકડા એવા કોસંબા ગામની નણંદ-ભાભીઓની જોડી આજે આત્મનિર્ભર બની છે કોરોના કાળ દરમિયાન પોતાના શોખ માટે કોટન થ્રેડ (કોટન દોરો)ની બેંગલ્સ બનાવી પહેરતી હતી. જે બેંગલ્સની ડિમાન્ડ પરિવારની અન્ય મહિલાઓ તથા અડોસપડોશમાં રહેતી મહિલાઓમાં વધતા આજે પોતાના શોખ માટે બનાવવામાં આવતા બેંગ્લોનો બિઝનેશ બન્યો છે, દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ આ કોટન થ્રેડ (કોટન દોરો)ની બેંગલ્સની ડીમાંડ વધી છે, કોટન થ્રેડ બેંગલ્સ ઉપર અલગ અલગ ડિઝાઇનો બનાવી મહીંને 200 થી 300 જેટલા ઓર્ડર મેળવી સારો એવો બિઝનેસ કરે છે.

લોકડાઉનમાં પોતાના શોખ માટે જ બંગડીઓ બનાવી હતી

કોરોના કાળમાં સરકાર તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યારે ઘરે બેસીને શું કરવું એ મુંજવણ પડતી હતી. ખુશ્બુબેન ટંડેલને ક્રાફટમાં ઘણો ઇંટ્રેસ્ટ હોઈ જેને લઇને કઈક નવું કરવાનો તેમને વિચાર આવ્યો હતો. જે બાદ તેમની બહેન અંતિકા ટંડેલ, અંજલિ ટંડેલ તથા તેમની ભાભી અંજલિબેન વાડીવાળાને પોતાના કપડાના આઉટફિટ્સ ઉપર કોટન થ્રેડ વાળી બેંગલ્સ બનાવવાનું શરુ કર્યું હતું અને તેમને પોતાના માટે જ બેંગલ્સ બનવાનું શરુ કર્યું હતું. જે બેંગલ્સ આજુ બાજુની મહિલાઓએ જોતા તેમને વધુ બેંગલ્સ બનાવવા માટે કીધું હતું અને ત્યારે શરુઆત થઇ તાશા ક્રાફ્ટની. તેમના દ્વારા બનાવવામાં આવેલી બેંગલ્સની ડિમાન્ડ વધવા લાગી અને આજે દેશ જ નહિ પરંતુ તેઓ વિદેશમાં પણ તેમના દ્વારા બનાવવામાં આવેલ બેંગલ્સની બોલબાલા છે.

કસ્ટમરના કપડાંના આઉટફિટ્સ ઉપર મેચિંગ બેંગલ્સ

તાશા ક્રાફટની નણંદ-ભાભી દ્વારા બનાવમાં આવેલી બેંગલ્સની ડિમાન્ડ એટલા માટે વધી કે કસ્ટમર પોતાના આઉટફિટ્સના ફોટો ઉપરથી સેમ ડિઝાઇનમાં બેંગલ્સ બનાવે છે જેને કારણે બેંગલ્સની ડિમાન્ડ વધી છે

લોકલ જગ્યાએ એક્ઝીબિઝન કર્યું

શોખ પછી પ્રોફેસનમાં બદલાયા બાદ તેમણે વલસાડના લોહાણા સમાજ હોલમાં એક્ઝીબિઝન કર્યું અને ત્યાં સારો રિસ્પોન્સ મળ્યો જે બાદ એક પછી એક એક્ઝીબિઝન કરતા ગયા અને આજે તેઓ એક મહિને સારો એવો નફો મેળવી રહ્યા છે.

માર્કેટમાં સિલ્કની બેંગલ્સ મળતી હતી

પહેલા માર્કેટમાં સિલ્ક થ્રેડ બેંગલ્સ મળતી હતી જેને લઇને કોટન થ્રેડ ઉપર ટ્રાઈ કર્યું. કસ્ટમર દ્વારા જે ડ્રેસનું આઉટફિટ આપવામાં આવે છે એના ઉપર કોટન થ્રેડમાં સેમ ડિઝાઇન બનાવી માર્કેટમાં કોટન થ્રેડની બેંગલ્સ ની શરૂઆત કરી.

બંગડીની કિંમતો પણ અલગ અલગ છે

કોટન થ્રેડમાંથી બનતી દરેક બેંગલ્સની કિંમતો પણ અલગ અલગ છે જેવી જેવી ડિઝાઇન એ રીતની કિંમત હોઈ છે. ખાસ કરીને બીટ્સવર્ક વાળી બંગડીની કિંમત વધુ હોય છે જેની કિંમત આઉટફિટ ઉપરથી તથા કેટલી બંગડીનો સેટ છે એના ઉપર નક્કી થાય છે. ખાસ કરીને કોઈ 1 પાટલો અને 4 બંગડી, 1000 થી 1200 જેટલો હોઈ છે. ત્યારે સસ્તી ગોટાપટ્ટી બેંગલ્સ છે, જે ફિક્સ સેટ 12 બેંગલ્સ નો હોઈ છે, જેનો ભાવ 720 રૂપિયા જેટલો હોઈ છે તથા કસ્ટમરની રિક્વાયરમેન્ટ ઉપર કિંમત નક્કી થતી હોઈ છે.

કુલ 20 જેટલી ગૃહિણીઓને રોજગારી પુરી પાડે છે

તાશા ક્રાફટની શરૂઆત થતા તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર તાશા ક્રાફટ નામનું પેજ બનાવ્યું હતું. જેના ઉપર બેંગલ્સ ના ઓર્ડરની ડિમાન્ડ વધતા તેમને સ્થાનિક 20 જેટલી યુવતી તથા ગૃહિણીઓને રોજગારી પુરી પાડે છે. જેમાં બધી જ રીતની બંગડી બનાવતા શીખવાડવામાં આવ્યું છે. કયા પ્રકારની બંગડી બનાવી એના ઉપર રોજગારી આપવામાં આવે છે તથા બંગડીની ઉપર દોરી વિટાડવાને સ્ટ્રેપિંગ કહેવામાં આવે છે જે 65 જેટલી બહેનો જે ઘરેથી જ કામ કરવાની ઈચ્છા હોય એ લોકો લઇ જાય છે અને તેમણે કેટલી સર્ટિપિંગ કરી એના ઉપર વળતર ચુકવવામાં આવે છે.

ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 1 લાખ 30 હજાર જેટલા ફોલોવર્સ છે

ઇન્સ્ટાગ્રામ ઉપર તેમના દ્વારા બનાવવામાં આવેલા પેજ તાશા ક્રાફટ ઉપર એક વર્ષમાં 1 લાખ 30 હજાર જેટલા ફોલોવર્સ બન્યા છે. અને તેનાથી તેઓ ને ઘણો ફાયદો પણ થયો છે જેને કારણે તેમને દેશ સહીત વિદેશોમાંથી પણ બેંગલ્સના ઓર્ડર આવી રહ્યા છે. અને તેમણે એક વર્ષ માં 5500 જેટલા ઓર્ડર કર્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!