વલસાડ
કન્યાદાન અને મતદાન હંમેશા ખાનદાન જોઈને જ કરવું જોઈએ. કમળનું બટન દબાવશો તો એની સુગંધથી આખું હિન્દુસ્તાન મહેકી ઉઠશે એમ દક્ષિણ ગુજરાતનાં જાણીતા કથાકાર પ્રફુલભાઇ શુક્લએ હોસ્પિટલ બિછાનેથી જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પ્રફુલભાઇ શુક્લની તબિયત નાદુરસ્ત જણાતાં તેમને વલસાડની અમિત હોસ્પિટલમાં નિદાન માટે લઇ જવાયા હતાં. જો કે ડૉ.સંદીપભાઈ દેસાઈએ તેમને ચેક કરી બધું બરાબર હોવાનું જણાવ્યું હતું. તેમના બધા રિપોર્ટ નોર્મલ જણાતા ડોક્ટરે તેમને કથા સહિતના કાર્યકરોમાં યથાવત રાખવા ગ્રીન સિગ્નલ આપ્યા હતા.
હોસ્પિટલમાં રૂબરૂ મુલાકાત દરમિયાન પ્રફુલભાઈએ તબિયત બરાબર હોવાનું કહ્યું હતું. તેમને આગામી સમયમાં યોજાનારી ગુજરાતનીચૂંટણી અંગે પૂછતા તેમણે મતદાન અને કન્યાદાન હંમેશાં ખાનદાન જોઈને કરવું જોઈએ એમ કહ્યું હતું. જ્યારે આપણે દીકરીના લગ્ન કરવાના હોય ત્યારે એના પરિવારની હિસ્ટ્રી આપણે કાઢતા હોઈએ છીએ. અને તેમાં બધું બરોબર જણાય તો જ આપણે દીકરીના લગ્ન કરીએ છીએ. તેમ મતદાન કરવામાં પણ હિસ્ટ્રી જાણવી બહુ જરૂરી છે અને ખાનદાન બરોબર હોય તેને જ મતદાન કરાય એમ કહીને તેમણે કમળનું બટન દબાવશો તો તેની સુગંધથી આખું હિન્દુસ્તાન મહેકી ઉઠશે એમ કહ્યું હતું.