દમણીયા સોની સમાજમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું

વલસાડ
દમણિયા સોની યુથ ગ્રુપ દ્વારા ઇન્ડોર ગેમ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, વલસાડ ખાતે કરાયું હતું. આ વર્ષની ટુર્નામેન્ટ સ્વ. બંકીમભાઈ ચોકસી (સુરત) ને સમપિઁત કરવામાં આવી હતી.
ઇન્ડોર ગેમ સ્પર્ધામાં કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, તેમજ ડાર્ટ ગેમ રમાડવામાં આવી હતી. જેમાં 80 થી વધુ જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. આ સ્પર્ધામાં જ્ઞાતિની મહિલાઓએ પણ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે નીચે પ્રમાણે વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. સ્પધાઁની ટ્રોફીઓ દિપીકાબેન ભરતભાઈ પારેખ (વલસાડ) અને મીરાબેન દિલીપભાઈ પારેખ (વલસાડ)તરફથી એનાયત કરવાંમાં આવી હતી.

કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ તરીકે કમલેશભાઈ પારેખ(વલસાડ), અતિથિવિશેષ તરીકે અભયભાઈ ચોક્સી (સુરત) તેમજ નિલેશભાઈ પારેખ (વાપી) ઉપસ્થિત રહ્યા હતા. યુથગ્રુપના પ્રમુખ ગોપેશભાઈ પારેખ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ને આવકારવામાં આવ્યા હતા.
વિવિધ સ્પર્ધામાં ટેબલ ટેનિસ અંડર 16માં વિજેતા મિત સોની અને રનર્સઅપ પ્રતિચી ટેકરાવાળા ટેબલ ટેનિસ અબવ 16 માં વિજેતા સંજય સોની અને રનર્સઅપ ભાગ્યેશ સોની, બેડમિન્ટન અંડર 16માં વિજેતા દ્વિજ દુર્ગેશ પારેખ અને રનર્સઅપ મિત સોની બેડમિન્ટન અબવ 16 વિજેતા દ્વિજ દુર્ગેશ પારેખ અને રનર્સઅપ વેદાંત મેહુલ પારેખ બેડમિન્ટન મહિલા અબવ 16 વિજેતા નિશી દુર્ગેશ પારેખ અને રનર્સઅપ હેતલ મયંક પારેખ રહ્યાં હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!